નવી દિલ્હીઃ ભારત સાથે મિત્રતાની ઈચ્છા વ્યક્ત કરનાર પાકિસ્તાન (Pakistan) પોતાની હરકતો કરવાનું છોડતું નથી. ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાન પ્રજાસત્તાક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો કરવાનું મોટું ષડયંત્ર રચી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે આતંકવાદીઓ
ગુપ્તચર એજન્સીઓના એલર્ટ અનુસાર, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) ના લોન્ચિંગ કમાન્ડર સહિત 7 આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આતંકવાદી સંગઠન અલ બદરના 5 આતંકીઓ પણ PoK થી ઘૂસણખોરી કરવા તૈયાર છે.


ગુપ્તચર એજન્સીઓએ જાહેર કર્યા છે ઇનપુટ
Zee News ને મળેલી એક્સક્લુઝિવ માહિતી અનુસાર, ગુપ્તચર એજન્સીઓએ આતંકવાદી હુમલાને લઇને 19 જાન્યુઆરીએ થયેલા અલગ-અલગ ઇનપુટ શેર કર્યા છે. એજન્સીના ઈનપુટ અનુસાર અલ બદરના 5 આતંકવાદીને PoK Datote ના Nikyal વિસ્તારમાં એક ગાઈડ સાથે જોવામાં આવ્યા છે. આ આતંકવાદીઓ ભારતમાં તારકુંડી (Tarkundi) અથવા કંગાગલી (Kangagali) વિસ્તારમાંથી કાશ્મીરમાં ઘૂસીને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


અહીં 4 હાથ-પગવાળા બાળકે જન્મ લીધો, જોતાં જ પિતાએ કહ્યું- ખબર હોત તો પહેલાં જ...


PoK થી કાશ્મીરમાં કરી શકે છે ઘૂસણખોરી
તો બીજી તરફ, અન્ય ઇનપુટ્સ અનુસાર, લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) ના 7 આતંકવાદીઓ પણ ભારતમાં હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં લશ્કરના લોન્ચિંગ કમાન્ડર પણ સામેલ છે. આ આતંકવાદીઓ PoKના કાલુ-દે-ઢેરી (Kalu-de-Dheri) વિસ્તારમાં કેમ્પ કરી રહ્યા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ આતંકવાદીઓ  PoK થી કાશ્મીરના કિનારી (Kinari) વિસ્તારમાં ઘૂસણખોરી કરી મોટો હુમલો કરી શકે છે.


સુરક્ષા એજન્સીઓએ વધાર્યું એલર્ટનેસનું લેવલ
ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કાશ્મીર સહિત દેશના તમામ પોલીસ દળો અને અર્ધ સૈનિક દળોને ગણતંત્ર દિવસની પરેડને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ પર રહેવા જણાવ્યું છે. ખતરાની માહિતી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં સતર્કતાનું સ્તર વધારી દેવામાં આવ્યું છે અને સરહદી વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube