NSA અજીત ડોભાલે કાશ્મીર અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને બરાબર આડે હાથ લીધુ, આપી ચેતવણી
ભારતે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે પાકિસ્તાન પાસે ફક્ત આતંકવાદ જ હથિયાર છે અને અમે તેને તેમાં સફળ થવા દઈશું નહીં.
નવી દિલ્હી: ભારતે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે પાકિસ્તાન પાસે ફક્ત આતંકવાદ જ હથિયાર છે અને અમે તેને તેમાં સફળ થવા દઈશું નહીં. ડોભાલે સરહદ પાર આતંકીઓ સક્રિય હોવાની વાતને સમર્થન આપ્યું. તેમણે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં મોટાભાગના લોકો સરકારના નિર્ણયની સાથે છે અને આવનારા સમયમાં આ પ્રદેશ નવી તકો લઈને આવશે. ડોભાલે કહ્યું કે 370 કાશ્મીર માટે સ્પેશિયલ સ્ટેટસ નહીં પરંતુ સ્પેશિયલ ભેદભાવ હતી.
ડોભાલે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે તેમને મનસૂબા સફળ થવાના નથી કારણ કે કાશ્મીરમાં સંપૂર્ણ રીતે શાંતિ છે અને હાલાત સામાન્ય છે.
સ્પેશિયલ સ્ટેટસ નહીં સ્પેશિયલ ભેદભાવ હતી કલમ 370
એનએસએ ડોભાલે કહ્યું કે રાઈટ ટુ એજ્યુકેશન, રાઈટ ટુ પ્રોપર્ટી જેવા 106 કાયદા જે હતાં તે કલમ 370ના કારણે જમ્મુ કાશ્મીરમાં લાગુ થઈ શકતા નહતાં. આ એક સ્પેશિયલ સ્ટેટસ નહીં પરંતુ સ્પેશિયલ ભેદભાવ હતો. ડોભાલે વધુમાં કહ્યું કે પાકિસ્તાને કાશ્મીરમાં આતંકવાદને વધારવા માટે કલમ 370નો ઉપયોગ કર્યો.
પાકિસ્તાન આતંક દ્વારા કાશ્મીરમાં હાલાત બગાડવાની કોશિશમાં
સરહદ પારથી આતંકી ગતિવિધિઓના નિર્દેશ મળતા હોવાની વાતને સમર્થન આપતા ડોભાલે કહ્યું કે સરહદથી 20 કિમીના અંતરે પાકિસ્તાનમાં કોમ્યુનિકેશન ટાવર છે. અમે તેમની વાતચીત સાંભળી છે જેમાં કહી રહ્યાં છે કે તમે લોકો શું કરી રહ્યા છો? ત્યાં (કાશ્મીર)માં આટલી બધી સફરજન ભરેલી ટ્રકો કેવી રીતે ચાલી રહી છે? તમે લોકો તેને બંધ કરી શકતા નથી? તમારા માટે શું હવે બંગડીઓ મોકલાવીએ?
જુઓ VIDEO