નવી દિલ્હી : ગત મહિને પંજાબના પટિયાલાથી ધરપકડ કરાયેલ શંકાસ્પદ આતંકવાદી શબનમદીપ સિંહની પોલીસ પુછપરછમાં તે ખુલાસો થયો છે કે તેઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના ઇશારા પર તે પંજાબમાં નવા આતંકવાદી ગ્રુપ ખાલિસ્તાન ગદર ફોર્સ બનાવવાનાં કાવત્રું કરી રહ્યા છે. જમાં તેણે વિદેશોમાં થઇ રહેલા ખાલિસ્તાન સમર્થકોની પણ મદદ મળી રહી છે. પંજાબ પોલીસનાં સુત્રો અનુસાર આ અંગે તેઓ અનેક વખત ISIનાં એક એજન્ટ જાવેદ ખાન વઝીરની સાથે પાકિસ્તાની ખાલિસ્તાની સમર્થન ગોપાલ સિંહ ચાવલા સાથે સતત સંપર્કમાં હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબ પોલીસે જ્યારે શબનમદીપ સિંહની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેની પાસેથી ખાલિસ્તાન ગદર ફોર્સ સાથે સંબંધિત અનેક લેટર પેડ પણ હતા. પંજાબ પોલીસે શબનમદીપ સિંહની ધરપકડને એક મોટી સફળતા ગણાવી છે. પાકિસ્તાન પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓનાં કાવત્રામાં સતત લાગેલું છે. ગુપ્તચર એજન્સીઓનાં એક રિપોર્ટ અનુસાર આઇએસઆઇ પાકિસ્તાન, બ્રિટન અને કેનેડા જેવા દેશોમાં રહી રહેલા ખાલિસ્તાની સમર્થકો દ્વારા પંજાબના યુવાનોને બહેકાવીને ખાલિસ્તાન ટેરર નેટવર્ક સાથે જોડવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 


ખાલિસ્તાની ગતિવિધિઓ પર નજર રાખનારા અને કેન્દ્રીય સુરક્ષા સાથે જોડાયેલા એક અધિકારીના અનુસાર ISIએ પંજાબમાં નવા નવા ટેરર ગ્રુપ બનાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે. ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે જોડાયેલા તમામ ગ્રુપ પર ગુપ્તચર એજન્સીઓ સતત નજર રાખતી રહે છે એવામાં નવા બનેલા ટેરર ગ્રુપ નેક વખત અમારી એજન્સીઓની નજરમાં ઝડપથી નથી આવતો જેનો ફાયદો ISIને મળે છે. 

ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે પંજાબમાં નાના મોટા ગુનાહોમાં સમાવિષ્ટ યુવાનોને ISI આ ટેરર ગ્રુપમાં જોડવામાં લાગેલી છે. પંજાબમાં પૈસા આપીને ટારગ્ટે કિલિંગનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં પંજાબમાં પરિસ્થિતી ખરાબ થઇ શકે. એટલું જ નહી વિદેશોમાં રહેલા ખાલિસ્તાન સમર્થકોપંજાબને ભારતથી અલગ કરવાનાં કાવત્રા હેઠળરિફ્રેડમ 2020 નામથી એજન્ડા ચાલી રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે પાકિસ્તાન પંજાબમાં ગોટાળા ફેલાવવા માટે હથિયારો સાથે સાથે પૈસાને ઘણી મદદ કરી રહ્યું છે.