શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ એનએન વોહરાએ કહ્યું કે, તેઓ આશા કરે છે કે પાકિસ્તાનમાં નવી સરકાર રાજ્યમાં આતંકીવાદી એજન્ડાને જારી રાખવાની નિર્થકતાનો અહેસાસ કરશે. શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં સ્વતંત્રતા દિવસના મુખ્ય કાર્યક્રમમાં વોહરાએ કહ્યું, હું આશા કરૂ છું કે પાકિસ્તાનનું નવું નેતૃત્વ જમ્મૂ તથા કાશ્મીરમાં આતંકવાદી એજન્ડાને જારી રાખવાની નિર્થકતાનો અહેસાસ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, આપણા વડાપ્રધાને છેલ્લા ચાર વર્ષ દરમિયાન ઘણીવાર પાકિસ્તાન તરફ દોસ્તીનો હાથ આગળ વધારવા પ્રયત્નો કર્યા પરંતુ અત્યાર સુધી કોઇ સકારાત્મક જવાબ મળ્યો નથી. સામાન્ય ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટીના રૂપમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ ઉભર્યા બાદ ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાનના રૂપમાં શપથ લેવા તૈયાર છે. 


વોહરાએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન હમેશા મોટી સંખ્યામાં ટ્રેનિંગ આપીને આતંકીઓને જમ્મૂ તથા કાશ્મીરમાં ઘૂષણખોરી કરાવવાનો પ્રયત્ન કરે છે. તેમણે કહ્યું કે, આપણી સેના તથા પોલીસના પ્રભાવી અભિયાનથી મોટી સંખ્યામાં આતંકવાદીઓની ઘૂષણખોરીને નિષ્ફળ બનાવી છે. તેમણે કહ્યું કે, આ દરમિયાન આપણા સુરક્ષા જવાનો તથા નાગરિકોએ પોતાના જીવ પણ ગુમાવવા પડ્યા છે. 


રાજ્યપાલે કાશ્મીરી યુવાનોના આતંકવાદીઓ સંગઠનોમાં જોવાડા પર ચિંતા વ્યક્ત કરી. રાજ્યપાલે કહ્યું, હું શિક્ષકો, માતા-પિતા, ધાર્મિક તથા સામાજિક નેતાઓને અપીલ કરૂ છું કે તેઓ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને આ યુવાનોની ઘરવાપસી નક્કી કરે. 


સાત કેદીને મુક્તિ
સ્વતંત્રતા દિવસ પર રાજ્યપાલે રાજ્યની વિભિન્ન જેલોમાંથી આજીવન સજા કાપી રહેલા 7 કેદિઓની બાકીની સજા માફ કરી દીધી. તેમને હવે છોડી મુકવામાં આવશે.