IIIT Allahabad Palak Mittal: ભારતીય યુનિવર્સિટીઓ ખાસ કરીને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IITs), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIMs) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (NITs) એ પ્રતિભાશાળી સ્નાતકો પેદા કરવા માટે વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવી છે, ઘણી વખત રેકોર્ડ તોડવાળી નોકરીઓ અહીના છાત્રોને ઓફર થાય છે. જો કે, આ પરંપરાને તોડીને, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IIIT) અલ્હાબાદના BTech સ્ટુડન્ટ પલક મિત્તલે એમેઝોન તરફથી રૂ. 1 કરોડથી વધુનું શાનદાર સેલરી પેકેજ મેળવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RO માં અલગથી આ ફિલ્ટર લગાવવું કેમ છે જરૂરી? તેના વિના નહી થાય કામ
Don 3: 11 દેશોની પોલીસ સાથે-સાથે હવે ફેન્સ સામે આવ્યો નવા 'ડોન' નો ચહેરો


ટેકની દુનિયામાં પ્રભાવશાળી શરૂઆત
પલક મિત્તલે પોતાના લિંક્ડઈન એકાઉન્ટ પર ઘણી માહિતી આપી છે. તેણે તેના એકાઉન્ટ પર લખ્યું - ઓગસ્ટ 2022 માં, ટેક જાયન્ટ એમેઝોનની બર્લિન ઓફિસમાં એમેઝોન વેબ સર્વિસ (AWS) માટે સોફ્ટવેર ડેવલપર તરીકે કામગીરી શરૂ કરી હતી. પલક મિત્તલ હાલમાં તેમની બેંગલુરુ ઓફિસમાં PhonePeમાં હોદ્દો ધરાવે છે. તેની વ્યાવસાયિક પ્રોફાઇલ કહે છે કે તે એક નિપુણ સોફ્ટવેર ડેવલપર છે અને કોડીંગમાં સક્ષમ છે સાથે સર્વરલેસ ટેક્નોલોજીમાં નિષ્ણાત છે. પલક મિત્તલ પાસે ક્લાઉડ પ્લેટફોર્મ અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેમ કે AWS Lambda, AWS S3, AWS Cloudwatch, TypeScript, Java અને SQL નો અનુભવ છે.


BIG NEWS : Mukesh Ambani એ વેચી નાખ્યું પોતાનું ઘર, આટલા કરોડ રૂપિયા મળી રકમ
Garden Leave: Resign આપ્યા પછી જોઈએ છે રજાઓ અને પૂરો પગાર પણ તો આ રજાઓ પાડજો


IIIT અલ્હાબાદના ઉભરતા ટેકનોક્રેટ
માત્ર પલક મિત્તલ જ ભારતીય ટેક ટેલેન્ટને આગળ વધારી રહી નથી. IIIT અલ્હાબાદમાં તેમના સાથીઓએ પણ તેમની સાથે પ્રગતિ કરી છે. સાથી વિદ્યાર્થી અનુરાગ માકડેને Google તરફથી રૂ. 1.25 કરોડનું જંગી પેકેજ મળ્યું, જ્યારે અખિલ સિંહને રૂબ્રિક સાથે રૂ. 1.2 કરોડનું પ્રશંસનીય પેકેજ મળ્યું. IIITની આ વિજયી ત્રિપુટીએ આંતરરાષ્ટ્રીય ટેકનિકલ સ્તરે ઉંચાઈઓને સ્પર્શી છે. ભારતીય ટેકનિકલ સ્નાતકો સમગ્ર વિશ્વમાં નવા માપદંડો સ્થાપિત કરી રહ્યા છે.


પુરષોત્તમ માસના અંત પહેલા કરો આ ચમત્કારી ઉપાય, મા લક્ષ્મીના રસ્તા ખૂલી જશે
અમેરિકા અને કેનેડા કરતાં આ દેશો છે ગુજરાતીઓ માટે બેસ્ટ : સરળતાથી મળે છે એન્ટ્રી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube