પાલઘરમાં સાધુઓની હત્યા મામલે નવો વળાંક, એક આરોપી નીકળ્યો કોરોના પોઝિટિવ
આર્થિક રાજધાની મુંબઈ નજીક આવેલા પાલઘરમાં બે સાધુઓ સહિત ત્રણ લોકોની હત્યાના એક આરોપીમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. આરોપીને પાલઘર ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડાયો છે. આરોપી વાડા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં હતો. અત્રે જણાવવાનું કે પાલઘરમાં 2 સાધુઓ અને ડ્રાઈવરની માર મારીને હત્યા કરવાના મામલે કોર્ટે 101 આરોપીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતાં.
પાલઘર: આર્થિક રાજધાની મુંબઈ નજીક આવેલા પાલઘરમાં બે સાધુઓ સહિત ત્રણ લોકોની હત્યાના એક આરોપીમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. આરોપીને પાલઘર ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડાયો છે. આરોપી વાડા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં હતો. અત્રે જણાવવાનું કે પાલઘરમાં 2 સાધુઓ અને ડ્રાઈવરની માર મારીને હત્યા કરવાના મામલે કોર્ટે 101 આરોપીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતાં.
ગુરુવારે પાલઘરના ગડચિંચલે મોબ લિંચિંગ મામલે 101 આરોપીઓને દહાણુ કોર્ટમાં હાજર કરાયા હતાં. જ્યાંથી કોર્ટે તેમને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા. આ આરોપીઓમાંથી એકમાં આજે કોરોનાની પુષ્ટિ થઈ છે. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી ગઈ છે. દર્દીને હોસ્પિટલમાં ખસેડાયો અને તેના સંપર્કમાં આવનારા તમામ પોલીસકર્મીઓને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવશે.
આ ઉપરાંત હવે પોલીસે એ વાતની પણ તપાસ કરવી પડશે કે ગત દિવસોમાં કયા કયા પોલીસકર્મીઓએ તેની પૂછપરછ કરી છે. એ તમામને ક્વોરન્ટાઈન કરવામાં આવશે. કોરોનાનો કેસ સામે આવ્યા બાદ હવે આ કેસની તપાસમાં વધુ સમય લાગી શકે છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube