હર્ષદ પાટિલ, પાલઘર: મહારાષ્ટ્રમાં પાલઘરના ગડચિંચલે ગામમાં બે સાધુઓ અને એક ડ્રાઈવરના મોબ લિન્ચિંગ મામલે તપાસમાં લાગેલી પોલીસ અને સીઆઈડીને શક છે કે આ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ ગામના અનેક લોકો પાસેના જંગલોમાં છૂપાયેલા છે. પોલીસે હવે ડ્રોન દ્વારા આ લોકોની શોધ શરૂ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ હજુ પણ ગડચિંચલે ગામમાં 150-200 જેટલા પોલીસ જવાનો તૈનાત છે. જે ગામ પર લોકોની હરકતો પર નજર રાખી રહ્યાં છે અને એ જાણવાની કોશિશ કરી રહ્યાં છે કે હત્યાકાંડમાં સામેલ બાકીના લોકો ક્યાં છૂપાયેલા છે. મહારાષ્ટ્ર પોલીસ 300થી વધુ આરોપીઓની ડ્રોનની મદદથી શોધ કરી રહી છે. પોલીસે આ મામલે અગાઉ 101 લોકોને પકડ્યા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube