V Letter On Palm: કહેવામાં આવે છે કે આપણા હાથની રેખાઓમાં ભવિષ્ય અને કિસ્મત છુપાયેલું હોય છે. આ અગણિત રેખાઓને વાંચવી અને સમજવી એટલી સરળ હોતી નથી. હસ્તરેખા શાસ્ત્ર દ્રારા જ તેમના વિશે યોગ્ય જાણી શકાય છે. આપણા હાથમાં ઘણીવાર એવા લકી નિશાન હોય છે, જેના વિશે ખબર ન હોવાથી આપણે તેને નજરઅંદાજ કરીએ છીએ. પરંતુ આ તમારા ભવિષ્યમાં કિસ્મત ખોલવાના સંકેત આપે છે. જોકે હાથમાં બનેલ V નું નિશાન પણ લકી ગણવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષિઓના અનુસાર દરેક વ્યક્તિની રેખાઓ અલગ હોય છે. આ વ્યક્તિના વૈવાહિક જીવનમ, સંતાન સુખ, આર્થિક સ્થિતિ વગેરે વિશે જણાવે છે. એવી રીતે હાથમાં કેટલાક નિશાન હોય છે, જેમાં V નું નિશાન હદય રેખા અને તર્જનીના મધ્યામ આંગળીની ઠીક નીચે હોય છે. આવો જાણી આ નિશાનના અર્થ વિશે...


V ના નિશાનનો શું અર્થ હોય છે? 
હસ્તરેખા જ્યોતિષીઓ અનુસાર જે લોકોના હાથમાં આ V નું નિશાન હોય છે, તે ખૂબ ભાગ્યશાળી હોય છે. સાથે જ જીવનમાં તે લોકોની મુલાકાત સારા અને ખુશમિજાજ લોકો સાથે થાય છે. આ લોકો સાથે રહેવાનું કારણ તેમનો સ્વભાવ પણ એવો જ હોય છે અને નકારાત્મકતા ઓછી જોવા મળે છે. આ લોકોને વફાદાર અને સમજદાર જીવનસાથી જ મળે છે. 


વિશ્વાસપાત્ર હોય છે આ લોકો
જ્યોતિષીઓના અનુસાર જીવનમાં કઠિન સમય આવતાં આવા લોકોની જરૂર હોય છે, જે દુખના સમયમાં તેમનો સાથે આપી શકે છે, આવા મેંજિન લોકોના હાથમાં V નું નિશાન બનેલું હોય છે. તે લોકો પર વિશ્વાસ કરી શકાય છે. ખરાબ સમય આવતાં આ લોકો હંમેશા મદદ માટે આગળ રહે છે. આ લોકો પર આંખો બંધ કરીને ક્યારેય પણ વિશ્વાસ કરી શકાય છે. 


35 બાદ જોર કરે છે કિસ્મત
જોકે V નિશાનવાળા લોકો વિશે એમ પણ કહેવામાં આવે છે કે શરૂઆતમાં તેમના જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે. સમાજમાં વધુ માન-સન્માન પણ મળતું નથી. મોટા પડકારોનો સામનો કરવો પડે છે. પર6તુ 35 વર્ષ બાદ આ લોકોના જીવનમાં એકદમથી ફેરફાર આવવાનું શરૂ થઇ જાય છે. કેરિયર, બિઝનેસ અને નોકરીના મામલે આ લોકો એકદમથી વિકાસ કરે છે અને જીવનમાં ખૂબ સફળતા મળે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી)