નવી દિલ્હી: આજે મહાશિવરાત્રિનો પાવન દિવસ છે. આ વખતે મહાશિવરાત્રિ પર ખુબ જ ખાસ શિવયોગ, સિદ્ધ યોગ અને ઘનિષ્ઠા નક્ષત્રનો સંયોગ છે. જે ખુબ જ શુભ છે. પરંતુ આ સાથે જ જ્યોતિષવિદનું માનીએ તો 11 માર્ચ એટલે કે આજે મહાશિવરાત્રિના દિવસથી જ પંચકની પણ શરૂઆત થઈ છે. પંચક દરમિયાન શુભ અને માંગલિક કાર્યો ઉપરાંત અનેક પ્રકારના કાર્યો કરવાની પણ મનાઈ હોય છે. તો આખરે શું છે પંચક, ક્યારે લાગે છે પંચક અને આ દરમિયાન શું ન કરવું જોઈએ તે ખાસ જાણો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હોય છે પંચક?
ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ, અને રેવતી આ પાંચ નક્ષત્રોના સંયોગને પંચક કહે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ પંચકનું નિર્માણ નક્ષત્રોના મેળથી થાય છે. જ્યારે ચંદ્રમા, કુંભ અને મીન રાશિમાં હોય છે અને આ પાંચ નક્ષત્રમાં જ્યારે ચંદ્રમા ગોચર કરે છે ત્યારે પંચક કાળનું નિર્માણ થાય છે. પંચકને કોઈ કોઈ જગ્યાએ ભદવા પણ કહે છે. આમ તો જ્યોતિષમાં પંચક કાળને શુભ માનવામાં આવતો નથી પરંતુ કેટલીક વિશેષ સ્થિતિઓમાં પંચક શુભ પણ હોઈ શકે છે. 


6 પ્રકારના પંચક
પંચક 6 પ્રકારના હોય છે. રવિવારે લાગનારું પંચક રોગ પંચક ગણાય છે. સોમવારથી શરૂ થનારું પંચક પંચક રાજ પંચક કહેવાય છે અને તે શુભ ગણાય છે. મંગળવારથી શરૂ થતું પંચક અગ્નિ પંચક કહેવાય છે અને તેમા નુક્સાનની આશંકા રહે છે. બુધવાર અને ગુરુવારથી શરૂ થનારા પંચકમાં મુહૂર્ત જોઈને કાર્ય કરી શકાય છે. શુક્રવારે લાગતા પંચકને ચોર પંચક કહે છે. આ દિવસે લેવડ દેવડથી બચવું જોઈએ. શનિવારે લાગતું પંચક સૌથી શુભ હોય છે અને મૃત્યુ પંચક  કહેવાય છે. 


ક્યારથી લાગી રહ્યું છે પંચક?
મહાશિવરાત્રિના દિવસે 11 માર્ચના રોજ સવારે 9.20 વાગ્યા સુધી તો ચંદ્રમા મકર રાશિમાં રહેશે. પરંતુ ત્યારબાદ તે કુંભ રાશિમાં ગોચર કરશે. હિન્દુ પંચાગ મુજબ પંચક 5 દિવસ સુધી રહેશે. 


પંચકની શરૂઆત - 11 માર્ચ ગુરુવારે સવારે 9.21 વાગ્યાથી
પંચકની સમાપ્તિ- 16 માર્ચ મંગળવારે સવારે  04.44 વાગ્યા સુધી


પંચક દરમિયાન આ 5 કામ ન કરો

પંચક દરમિયાન આ કાર્યો કરવાની મનાઈ હોય છે. 


- પંચક દરમિયાન દક્ષિણ દિશામાં મુસાફરી ન કરવી જોઈએ. આવી માન્યતા છે કે તેનાથી તમારે નુકસાન ભોગવવું પડી શકે છે. 
- પંચક દરમિયાન ઘનિષ્ઠા નક્ષત્રમાં ઘાસ,  લાકડી, ઈંધણ જેવી ચીજો ભેગી કરવી જોઈએ નહીં. તેનાથી આગ લાગવાનો ડર રહે છે. 
- પંચક દરમિયાન ઘરમાં પલંગ, ખાટલા, બેડ જેવી ચીજો ન બનાવડાવવી જોઈએ. કહેવાય છે કે તેનાથી મોટું સંકટ આવે છે. 
- પંચક દરમિયાન લાકડીનું ફર્નિચર કે લાકડાનો કોઈ પણ સામાન ખરીદવો જોઈએ નહીં. 
- પંચક દરમિયાન ઘરની, દુકાનની કે કાર્યસ્થળની છત ન બનાવડાવવી જોઈએ. તેનાથી ધનની હાનિ અને ગૃહ કલેશ વધવાની આશંકા રહે છે. 


Shivratri Special: ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગના કરો દર્શન, જાણો દરેક જર્યોતિર્લિંગની છે જુદી-જુદી દંતકથા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube