એકવાર પંડિત નેહરુએ વાજપેયી માટે કહ્યું હતું- `તેઓ હંમેશા મારી આલોચના કરે છે, પરંતુ...`
1957માં જ્યારે અટલ બિહારી વાજપેયી બલરામપુરથી પહેલીવાર લોકસભાના સભ્ય બનીને પહોંચ્યા ત્યારે સદનમાં તેમના ભાષણોએ તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને ખુબ પ્રભાવિત કર્યા હતાં. વિદેશી મામલાઓમાં વાજપેયીની જબરદસ્ત પકડના પંડિત પણ કાયલ થયા હતાં. તે સમયે વાજપેયી લોકસભામાં સૌથી પાછળની બેઠકોમાં બેસતા હતાં પરંતુ તેમ છતાં પંડિત નેહરુ તેમના ભાષણોને ખુબ મહત્વ આપતા હતાં.
નવી દિલ્હી: 1957માં જ્યારે અટલ બિહારી વાજપેયી બલરામપુરથી પહેલીવાર લોકસભાના સભ્ય બનીને પહોંચ્યા ત્યારે સદનમાં તેમના ભાષણોએ તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને ખુબ પ્રભાવિત કર્યા હતાં. વિદેશી મામલાઓમાં વાજપેયીની જબરદસ્ત પકડના પંડિત પણ કાયલ થયા હતાં. તે સમયે વાજપેયી લોકસભામાં સૌથી પાછળની બેઠકોમાં બેસતા હતાં પરંતુ તેમ છતાં પંડિત નેહરુ તેમના ભાષણોને ખુબ મહત્વ આપતા હતાં.
આ રાજનેતાઓના સંબંધો સંલગ્ન કેટલાક કિસ્સાઓને વરિષ્ઠ પત્રકાર કિંગશુક નાગે પોતાના પુસ્તક 'અટલ બિહારી વાજપેયી-એ મેન ફોર ઓલ સિઝન'માં ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે હકીકતમાં એકવાર જ્યારે બ્રિટિશ વડાપ્રધાન ભારતના પ્રવાસે આવ્યાં તો પંડિત નેહરુએ વાજપેયી સાથે તેમના વિશિષ્ટ અંદાજમાં પરિચય કરાવતા કહ્યું કે 'આમને મળો, આ વિપક્ષના ઉભરતા યુવા નેતા છે. મારી હંમેશા આલોચના કરે છે પરંતુ તેમનામાં હું ભવિષ્યની ખુબ સંભાવનાઓ જોઉ છું.'
આ જ રીતે એમ પણ કહેવાય છે કે એકવાર પંડિત નેહરુએ કોઈ વિદેશી અતિથિ સાથે અટલ બિહારી વાજપેયીનો પરિચય સંભવિત ભાવી વડાપ્રધાન તરીકે કરાવ્યો હતો. નાગે પોતાના પુસ્તકમાં 1977ની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જેનાથી માલુમ પડે છે કે પંડિત નેહરુ પ્રતિ વાજપેયીના મનમાં કેટલો આદર હતો. તેમના જણાવ્યાં મુજબ 1977માં જ્યારે વાજપેયી વિદેશ મંત્રી બન્યાં તો ત્યારે કાર્યભાર સંભાળવા માટે સાઉથ બ્લોકની પોતાની ઓફિસ પહોંચ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે ત્યાં લાગેલી પંડિત નેહરુની તસવીર ગાયબ છે. તેમણે તરત પોતાના સેક્રેટરીને આ અંગે પૂછપરછ કરી. જાણવા મળ્યું કે કેટલાક અધિકારીઓએ જાણી જોીને આ તસવીર હટાવી હતી. કદાચ એટલા માટે કારણ કે પંડિત નેહરુ વિરોધી પક્ષના નેતા હતાં. પરંતુ વાજપેયીએ આદેશ આપ્યો કે તે તસવીર ફરીથી ત્યાં લગાવી દેવામાં આવે.