નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં રાજકીય માહોલ ધીમે-ધીમે ગરમાતો જઈ રહ્યો છે. નેતાઓ વચ્ચે પણ આરોપ-પ્રત્યારોપની રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ભાજપના નેતા પંકજા મુંડેએ સોમવારે એક રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. પંકજા મુંડે રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે, રાહુલ ગાંધીના શરીર પર બોમ્બ બાંધી દેવો જોઈએ અને તેમને કોઈ અન્ય દેશમાં મોકલી દેવા જોઈએ. તેઓ ત્યારે સમજશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંકજા મુંડેએ કહ્યું કે, પુલવામામાં આપણા સૈનિકો પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી, પરંતુ કેટલાક લોકો સર્જિકલ સ્ટ્રાઈક પર જ સવાલ ઊભા કરી રહ્યા છે. વિરોધ પક્ષ પુછી રહ્યો છે કે, સર્જિકલ સ્ટ્રાઈક શા માટે કરી અને તેના પુરાવા ક્યાં છે? પંકજાએ વધૂમાં કહ્યું કે, " રાહુલ ગાંધીના શરીર પર બોમ્બ બાંધી દેવો જોઈએ અને તેમને કોઈ અન્ય દેશમાં મોકલી દેવા જોઈએ. તેઓ ત્યારે સમજશે."


લોકસભા ચૂંટણી 2019: મતદાનનું મહાપર્વ, જાણો ઓળખ તરીકે કયા દસ્તાવેજ માન્ય રહેશે


ઉલ્લેખનીય છે કે, પંકજા મુંડે વિવાદોમાં સતત ઘેરાતી રહી છે. ક્યારેક દુષ્કાળ પ્રભાવિત વિસ્તારોમાં સેલ્ફી ખેંચવી, ક્યારેક પોતાના દિવંગત પિતા અને ભાજપના નેતા ગોપીનાથ મુંડેના ગુરૂ મહંત નામદેવ શાસ્ત્રી સાથે ઝઘડો કરી બેસવો. આ અગાઉ, તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પણ પરોક્ષ રીતે નિશાન સાધવા માટે ચર્ચામાં રહી છે. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...