મુંબઇ : સામાજિક કાર્યકર્તા નરેન્દ્ર મોદી દાભોલકર અને ગોવિંદ પંસારે મર્ડર કેસ પર સુનવણી કરતા જસ્ટિસ ધર્માધિકારીએ ગુરૂવારે કહ્યું કે, આજનાં સમયે દેશમાં કોઇ પણ ઉદારતાવાદી સમયમાં દેશમાં કોઇ પણ ઉદારવાતી વિચાર વાળો વ્યક્તિ કે સંસ્થા સુરક્ષીત નથી. દાભોલકર અને પંસારે હત્યા મુદ્દે સુનવણી મુંબઇ હાઇકોર્ટમાં ચાલી રહી છે. સુનવણી દરમિયાન જસ્ટિસ ધર્માધિકારીએ કહ્યું કે, હૂમલામાં કોઇ સંસ્થા આગળ નથી વધતી. એટલે સુધી કે કોર્ટ પણ. તેમણે આગળ કહ્યું કે, ભારતની છબી એવી બની ગઇ છે કે લોકો વિચારી રહ્યા છે કે ઉદારતાવાદી અથવા મુક્ત વિચારધારા વાળો વ્યક્તિ અહીં સુરક્ષીત નથી રહ્યો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલની પરિસ્થિતી અંગે બોલતા જસ્ટિસે કહ્યું કે, સ્થિતીઓ એવી બની ગઇ છે કે, આંતરરાષ્ટ્રીય સંગઠન અને લોકો અમારી સાથે શૈક્ષણીક, સાંસ્કૃતિક સ્તર પર કાર્યક્રમથી કતરાય છે. શું અમે એક કોકોન ( સુરક્ષા કવચ)માં રહેવા માંગીએ છીએ ? મુંબઇ હાઇકોર્ટે ગત્ત વર્ષે ઓગષ્ટમાં પણ નરેન્દ્ર દાભોલકર અને ગોવિંદ પંસારેની હત્યા મુદ્દે સુનવણી દરમિયાન કહ્યું હતું કે, બંન્નેને યોજના સાથે હત્યા કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટે આ હત્યાઓ પાછળ કોઇ સંગઠન હોવાની પણ આશંકા વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે તેમ પણ કહ્યું કે, આ મુદ્દે આગળ તપાસ થવી જોઇએ અને દોષીતોને છોડવામાં ન આવવા જોઇએ. 

ત્યારે જસ્ટિસ ધર્માધિકારીએ આશંકા વ્યક્ત કરી હતી કે, રિપોર્ટ જોઇને લાગે છે કે કોઇને કોઇ સંગઠન હત્યારાઓની મદદ કરી રહ્યો હતો. હત્યા કરનારા લોકોને આર્થિક મદદ પણ પણ આપવામાં આવી રહી હતી. એવું લાગે છે કે બંન્ને હત્યાઓ માટે ખાસ કરીને યોજનાઓ બનાવવામાં આવી. દાભોલકરની હત્યા ઓગષ્ટ, 2013માં કરવામાં આવી હતી, જ્યારે ગોવિંદ પનસારેની હત્યા 20 ફેબ્રુઆરી, 2015એ થઇ હતી.