Pushpa Viral Video: પપ્પા ડંડો લઈને મારવા આવ્યા તો બાળક રડતાં રડતાં બોલ્યું- મૈ ઝૂકેગા નહીં...
Pushpa Viral Video: દક્ષિણ ભારતીય કલાકાર અલ્લુ અર્જૂનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ `પુષ્પા`એ લોકોમાં જબરદસ્ત ક્રેઝ ઊભો કર્યો હતો. તેની `ઝૂકેગા નહીં` સ્ટાઈલ પાછળ તો નાના બાળકોથી માંડીને મોટા...બધા દીવાના થઈ ગયા. સોશિયલ મીડિયા પર જે પ્લેટફોર્મ પર જૂઓ તેના રીલ્સ જોવા મળતા. હજુ પણ આ ક્રેઝ લોકોમાં ઓછો થયો નથી.
Pushpa Viral Video: દક્ષિણ ભારતીય કલાકાર અલ્લુ અર્જૂનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા'એ લોકોમાં જબરદસ્ત ક્રેઝ ઊભો કર્યો હતો. તેની 'ઝૂકેગા નહીં' સ્ટાઈલ પાછળ તો નાના બાળકોથી માંડીને મોટા...બધા દીવાના થઈ ગયા. સોશિયલ મીડિયા પર જે પ્લેટફોર્મ પર જૂઓ તેના રીલ્સ જોવા મળતા. હજુ પણ આ ક્રેઝ લોકોમાં ઓછો થયો નથી. એક બાળકનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેના પપ્પા તેને લાકડી લઈને મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને છોકરો રડતાં રડતાં ઝૂકેગા નહીં...બોલ્યા કરે છે.
વાયરલ થયેલા આ વીડિયોમાં એક નાનકડો બાળક રડતો રડતો તેની મમ્મીના ખોળામાં આવીને બેસી જાય છે. જોર જોરથી રડતા બાળકને તેની મમ્મી ચૂપ કરાવવાની કોશિશ પણ કરે છે. આ દરમિયાન બાળકના પપ્પા ડંડો લઈને તેને મારવાની બીક બતાવે છે. પરંતુ બાળક પણ ચાર ચાસણી ચડે એવું છે. ડર્યા વગર રડતો રડતો બોલ્યા કરે છે મેં ઝૂકેગા નહીં...બાળક એકવાર નહીં પરંતુ અનેકવાર આ ડાયલોગ બોલે છે. સાંભળીને બાળકની મમ્મી હસવા લાગે છે અને તેને મારથી બચાવવાનો પ્રયત્ન કરે છે.
આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. બાળકના પપ્પા તેને વારંવાર ડંડો બતાવે છે. પણ બાળક જરાય ડરતો નથી અને પુષ્પાનો ડાઈલોગ બોલ્યા કરે છે. ગણતરીની સેકન્ડનો આ વીડિયો હાલ લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. અનેક લોકોએ આ વીડિયો પર રિએક્શન પણ આપ્યા છે. કેટલાક લોકોએ આ વીડિયો જોઈને મજા લીધી તો કેટલાક એવા પણ હતાં જેમણે વીડિયો જોઈને નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે બાળકને ડંડાથી નહીં પ્રેમથી સમજાવવો જોઈએ.
ગર્વની પળ...ગીતાંજલી શ્રીના 'Tomb of Sand' ને મળ્યો 2022નો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube