નવી દિલ્હીઃ લોકસભામાં પેપર લીક વિરુદ્ધ બિલ પાસ થઈ ગયું છે. સરકારે આ બિલને સોમવારે ગૃહમાં રજૂ કર્યું હતું. આ બિલ પરીક્ષાના પ્રશ્નપત્રો લીક કરવાના દોષીતોને દંડિત કરવા માટે લાવવામાં આવેલું નવું બિલ છે. તેમાં સ્કૂલ પરીક્ષાથી લઈને, કોલેજ પરીક્ષા અને સરકારી નોકરીઓની પરીક્ષા પણ સામેલ છે. આ બિલમાં સરકારે દોષીતો વિરુદ્ધ કડક જોગવાઈ લાગૂ કરી છે. દોષી સાબિત થવા પર 10 વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે 6 ફેબ્રુઆરીએ લોકસભામાં પેપર લીક વિરુદ્ધ નવું બિલ પસાર કરાવી લીધુ છે. હવે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે અને પછી રાષ્ટ્રપતિની ઔપચારિક મંજૂરી બાદ તે કાયદો બની જશે. પેપર લીક વિરુદ્ધ આ બિલ તે વિદ્યાર્થીઓ માટે રાહત છે, જે મહેનત કર્યા બાદ તે આશાથી પેપર આપે છે કે પરીક્ષા પાસ કરી શકશે. પરંતુ અનેકવાર પેપર લીક થવાને કારણે મહેનતું વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળે છે.


આ પણ વાંચોઃ ન્યૂક્લિયર એટેક જેવો થયો ધૂમાડાનો ગોટો, કેટલાક મીટરો સુધી સંભળાઇ બ્લાસ્ટની ગૂંજ


બિલમાં અનેક આકરી જોગવાઈ
આ બિલ હેઠળ પરીક્ષાના પેપર લીક કરવા કે ઉત્તરવહી સાથે છેડછાડ કરતા ઝડપાયા તો તેને દોષી સાબિત થવા પર 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ લાગશે. ઉલ્લેખનીય છે કે આ બિલ હેઠળ દરેગ ગુના બિન-જામીનપાત્ર હશે. 


સાથે પોલીસ પોલીસને પોતાના દમ પર કાર્યવાહી કરવા અને વોરંટ વગર શંકાસ્પદોની ધરપકડ કરવાનો અધિકાર હશે. કથિત ગુનાઓને સમજુતીના માધ્યમથી ઉકેલી શકાશે નહીં.