નવી દિલ્હીઃ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે રવિવારે કહ્યું કે, પ્રશ્નપત્ર લીક મામલામાં એક પરીક્ષા કેન્દ્રની દેખરેખને લઈને ઢીલ રાખવાને કારણે સીબીએસઈના એક અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ મામલાની ઔપચારિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ પહેલા દિલ્હી પોલીસની અપરાધ શાખાએ ત્રણ વ્યક્તિઓને સીબીએસઈના ધોરણ-12ના અર્થશાસ્ત્રના પેપર લીડમાં સંદિગ્ધ ભૂમિકાઓને લઈને ધરપકડ કરી હતી. ધરપકડ થયેલા લોકોમાં દિલ્હીના બવાનાની એક ખાનગી શાળાના શિક્ષક પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીઆઈ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા
શાળા શિક્ષા સચિવ અનિલ સ્વરૂપે ટ્વીટ કર્યું, ધો 12ના અર્થશાસ્ત્રના પેપર લીડ માટે સાઠગાંઢ કરવાને લઈને દિલ્હીના મુંગેશપુરની મદર ખજાની કોન્વેન્ટ સ્કૂલના બે શિક્ષકો તથા એક કોચિંગ ઈન્સ્ટીટયૂટના પ્રમુખ તૌકીરની ધરપકડ તથા સીબીઆઈ દ્વારા કરાયેલી તપાસ બાદ સીબીએસઈ કર્મી એસ રાણાની દેખરેખમાં ઢીલ જોવા મળી. 



તેમણે ટ્વીટમાં લખ્યું, માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરના ત્વરિત કાર્યવાહીના આદેશ પર બોર્ડે કે એસ રાણાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે, જે પરીક્ષા કેન્દ્ર (0859)ની દેખરેખમાં ઢીલા જોવા મળ્યા હતા. 



પોલીસે જણાવ્યું કે, ધરપકડ થયેલા લોકોની ઓળખ બવાનાની એક ખાનગી વિદ્યાલયના શિક્ષક ઋૃષભ (29) અને રોહિત (26) તથા ખાનગી કોચિંગ સેન્ટરના ટ્યૂટર તૌકીર (26)ના રૂપમાં થઈ છે.