મુજફ્ફરપુર બાલિકા ગૃહ મુદ્દે ચુપ રહેવા મળી 5 કરોડની ઓફર: પપ્પૂ યાદવ
જન અધિકાર પાર્ટી (જાપ)ના સંયોજક અને મધેપુરાના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે આ મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે
પટના : બિહારના મુજફ્ફરપુરમાં બાલિકા ગૃહમાં થયેલા યૌન શોષણના મુદ્દે રાજકારણ સતત ચાલી રહ્યુ છે. તમામ પાર્ટી અને નેતા એક બીજાની ઉપર આરોપ લગાવી રહ્યા છે. બીજી તરફ જન અધિકાર પાર્ટી (જાપ)ના સંયોજક અને મધેપુરાના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પૂ યાદવે આ મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બાલિકાગૃહની યુવતીઓની સાથે રેપ મુદ્દે તેમને ચુપ રહેવા માટે 5 કરોડ રૂપિયાની ઓફર આપી હતી. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, આ ઘટનામાં સફેદપોશ નેતાઓની સાથે સાથે ઘણા ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. સાથે તેમણે કહ્યું કે, બાલિકા ગૃહની 85 યુવતીઓ યૌન શોષણનો શિકાર થઇ છે.
તપાસના વર્તુળ વધારવાની વાત કરતા સાંસદે કહ્યું કે, મહિલા વિદ્યાર્થી મહિલા આવાસ ઉપરાંત જવાહર નવોદય વિદ્યાલય, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનોની યોગ્ય તપાસ થાય તો હજી પણ આ મુદ્દે મોટા ઘટસ્ફોટ થઇ શકે છે. જાપ સંયોજકે સીબીઆઇ તપાસ કોર્ટના તપાસ વર્તુળમાં કરવા માટેની માંગ કરી હતી.
પપ્પુ યાદવે પણ માંગ કરી કે પ્રદેશના તમામ બાલિકા ગૃહ અને અલ્પાવાસ કેન્દ્રની તપાસ થવી જોઇએ, મુજફ્ફરપુર બાલિકા ગૃહ નેતાઓ અને અધિકારીઓની મોજ મસ્તીનો અડ્ડો બની ગઇ હતી. પપ્પુ યાદવે એક વર્ષની અંદર આ મુદ્દે તપાસ પુરી કરવાની માંગ કરી છે. કહ્યું કે તેના માટે તેઓ કોર્ટમાં પણ જશે. તેમણે કહ્યું કે જ્યા સુધી આ મુદ્દે નામ આવનારા મંત્રીનું રાજીનામું નથી આવી જતું, ત્યા સુધી મંત્રીઓ અને નેતાઓનું સ્વાગત આપણા કાર્યકર્તા ટમેટા અને ઇંડાથી કરશે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ટાટા ઇન્સ્ટિ્યુટ ઓફ સોશ્યલ સાયન્સ (TISS)ની ટીમ પ્રયાસ કર્યો કે ઓડિટ રિપોર્ટ સામે આવી. 31 મેના રોજ બિહાર સરકારને સોંપવામાં આવેલ રિપોર્ટમાં ખુલાસો થયો કે કઇ રીતે આ બાલિકા ગૃહમાં નાની - નાની બાળકીઓનું શોષણ કરવામાં આવતું હતું અને તેમનું શોષણ પણ કરવામાં આવતું હતું.