Paralympic ના વિજેતા ખેલાડીઓને મળ્યાં PM Modi, ખેલાડીઓ સાથે કર્યો સંવાદ
PM Modi Meeting With Paralympic Champions: ભારતે પહેલીવાર પેરાલિમ્પિક્સમાં 19 મેડલ જીતીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે ભારતને આ ગૌરવ અપાવનારા વિજેતા ખેલાડીઓ સાથે આજે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી મોદીએ રૂબરૂ મુલાકાત કરી. પેરાલિમ્પિકસમાં શાનદાર પ્રદર્શન કરીને દેશનું બહુમાન કરવા બદલ પ્રધાનમંત્રી મોદીએ તમામ ચૈમ્પિયંસ ખેલાડીઓને મળીને તેમનું સન્માન કર્યું અને તેમની સાથે વાતચીત કરી.
નવી દિલ્હી: ભારતે પહેલીવાર પેરાલિમ્પિક્સમાં 19 મેડલ જીતીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે ભારતને આ ગૌરવ અપાવનારા વિજેતા ખેલાડીઓ સાથે આજે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી મોદીએ રૂબરૂ મુલાકાત કરી. પેરાલિમ્પિકસમાં શાનદાર પ્રદર્શન કરીને દેશનું બહુમાન કરવા બદલ પ્રધાનમંત્રી મોદીએ તમામ ચૈમ્પિયંસ ખેલાડીઓને મળીને તેમનું સન્માન કર્યું અને તેમની સાથે વાતચીત કરી.
પ્રધાનમંત્રી મોદીએ કર્યું ટ્વીટઃ
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું, અમારા ચેપિયંસ સાથે એક મુલાકાત, જે ટોક્યોથી ગર્વ અને વિજય લઈને આવ્યાં છે. પૈરા એથલીટ્સ સાથે એક મુલાકાત.
ભારતે 19 મેડલ જીત્યા:
જણાવી દઈએ કે ભારતે પેરાલિમ્પિક્સ 2020 માં 19 મેડલ જીત્યા છે. જેમાં 5 ગોલ્ડ મેડલ, 8 સિલ્વર મેડલ અને 6 બ્રોન્ઝ મેડલ છે. આ પહેલા ભારતે તમામ પેરાલિમ્પિક્સમાં 12 મેડલ જીત્યા હતા. જેમાં 4 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ હતા.
ભારત માટે શ્રેષ્ઠ પેરાલિમ્પિક્સ 2020:
તમને જણાવી દઈએ કે 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી જાપાનના ટોક્યોમાં પેરાલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના ખેલાડીઓ 1984 થી પેરાલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યા છે. પેરાલિમ્પિક્સ 2020 ભારત માટે શ્રેષ્ઠ રહ્યું છે. ભારતે પ્રથમ વખત પેરાલિમ્પિક્સમાં આટલા મેડલ જીત્યા છે.
પેરાલિમ્પિક્સ 2020 માં, હરવિંદર સિંહે ભારત તરફથી તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે જ અવની લેખારાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો. બીજી બાજુ, સુમિતે જેવલિન થ્રોમાં 68.55 મીટર દૂર બરછી ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો.