મુંબઈઃ એન્ટીલિયા કેસ (Antilia case) માં વધી રહેલી તપાસ વચ્ચે ઉદ્ધવ સરકારે મોટો નિર્ણય લીધો છે. મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી કરી દેવામાં આવી છે. તેમના સ્થાને હેમંત નાગરાલે મુંબઈ કમિશનરનું પદ સંભાળશે. પરમબીર સિંહની બદલી હોમગાર્ડ વિભાગમાં કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે સચિન વઝેની ધરપકડ બાદ પરમવીર સિંહ પર ઘણા પ્રકારના આરોપ લાગી રહ્યાં હતા. આ પહેલા મંગળવારે પરમબીર સિંહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. સિંહે જે સમયે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી, તે સમયે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની પાસે વિસ્ફોટકો ભરેલી કાર જપ્ત થવાના મામલામાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વઝેની ધરપકડ થવાનો મામલો ચર્ચામાં હતો. 


તો આ પહેલા સ્કોર્પિયોમાં વિસ્ફોટક રાખનાર વ્યક્તિ બાદમાં જે ઇનોવા કારમાં સવાર થયો હતો, તે પરમબીર સિંહની ઓફિસની સામેથી મળી હતી. તપાસ એજન્સી મામલામાં પોલીસ અધિકારીઓના કનેક્શનની તપાસમાં લાગી છે. 


શું હતી ઘટના
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો મળ્યા બાદ સનસની ફેલાઈ હતી. બાદમાં રહસ્યમયી પરિસ્થિતિઓમાં સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ મળ્યો હતો. આ મામલામાં હિરેનની પત્નીએ પૂર્વ પોલીસ અધિકારી સચિન વઝે પર ગંભીર આરોપ લગાવ્યા હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube