મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir singh) એ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anli Deshmukh) વિરુદ્ધ સીબીઆઈ તપાસની માંગને લઈને બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ગુરૂવારે તેમણે એક જનહિત અરજી દાખલ કરી છે. પોતાની અરજીમાં સિંહે ટ્રાન્સફર-પોસ્ટિંગમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. આ સિવાય તેમણે કોર્ટને અપીલ કરી છે કે દેશમુખના ઘરના સીસીટીવીને સુરક્ષિત રાખી લેવામાં આવે, તે પહેલા કે તેને નષ્ટ કરી દેવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે પરમબીર સિંહે દાવો કર્યો કે દેશમુખે પોલીસ અધિકારી સચિન વાઝેને બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડ રૂપિયા વસૂલવાનું કહ્યું હતું. આઈપીએસ અધિકારી આ સપ્તાહ પૂર્વ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા, જેણે બુધવારે મામલાને ગંભીર ગણાવ્યો હતો. કોર્ટમાં અધિકારીએ દેશમુખ વિરુદ્ધ અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેમને બોમ્બે હાઈકોર્ટમાં જવાનું કહ્યું હતું. 


આ પણ વાંચોઃ Corona: મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, 35 હજારથી વધુ કેસ, દિલ્હીની સ્થિતિ પર ખરાબ


નિષ્પક્ષ તપાસની માંગ
આપરાધિક જનહિત અરજીમાં સિંહે પૂર્વમાં લગાવવામાં આવતા આરોપોને રિપીટ ક્યા અને એનસીપી નેતા દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ પાસે તત્કાલ, પૂર્વાગ્રહ રહિત અને નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરી. સિંહે હાઈકોર્ટને સીબીઆઈને તે નિર્દેશ આપવાની પણ વિનંતી કરી છે કે દેશમુખના આવાસ પરથી આ વર્ષની શરૂઆતના સીસીટીવી ફુટેજ સુરક્ષિત કરે તે પહેલા કે તેને નષ્ટ કરી દેવામાં આવે. આ સાથે અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે રાજ્ય સરકારને તે પણ નિર્દેશ આપે કે તે આઈપીએસ અધિકારી રશ્મિ શુક્લા સાથે માર્ચ 2020થી થયેલા તમામ સંવાદને રેકોર્ડ તરીકે રજૂ કરે. 


નેતાના આર્થિક લાભ માટે ન થાય બદલી
જનહિત અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે શુક્લાએ પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં દેશમુખ વિરુદ્ધ પોલીસકર્મીઓની તૈનાતી અને સ્થાણાંતરમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને પોતાના વરિષ્ઠોને પણ આ વિશે જાણકારી આપી હતી. પરંતુ ત્યારબાદ તેમનું ટ્રાન્સફર થઈ ગયું. તેમાં કહેવામાં આવ્યું કે, કોર્ટે તે નક્કી કરવા માટે આદેશ પસાર કરવો જોઈએ કે ભવિષ્ટમાં કોઈ પોલીસ અધિકારી ટ્રાન્સફર કોઈ રાજનેતાના આર્થિક લાભ માટે ન થાય. 


આ પણ વાંચોઃ આ પણ વાંચોઃ SBI Report On Covid: એપ્રિલ-મેમાં દેશમાં હાહાકાર મચાવશે કોરોના, આવશે બીજી લહેરઃ રિપોર્ટ


ભાજપે લગાવ્યા હતા આરોપ
વિપક્ષી ભાજપે આ સપ્તાહના શરૂમાં આરોપ લગાવ્યો હતો કે શુક્લા જ્યારે ઈન્ટેલિજન્સ કમિશનર હતા તો તેમણે ફોન કોલની વાતચીત રેકોર્ડ કરી હતી અને પોલીસ ટ્રાન્સફરમાં ભ્રષ્ટાચારના પૂરાવા એકત્રિત કર્યા હતા. પીઆઈએલમાં દાવો કરવામાં આવ્યો કે પાછલા મહિને દેશમુખે વાઝે સહિત કેટલાક પોલીસ અધિકારીઓને દર મહિને 100 કરોડ વસૂલ કરવાનો નિર્દેશ આપ્યો,જેમાં આશરે 40થી 50 કરોડ મુંબઈના 1750 બાર અને રેસ્ટોરન્ટમાંથી ભેગા કરવાના હતા. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube