વૃદ્ધ દંપત્તિએ પુત્ર-પુત્રવધુ પર કેસ ઠોકી 5 કરોડનું માતબાર વળતર માંગ્યુ, કહ્યું- એક વર્ષમાં દાદા-દાદી....
અરજીકર્તા એસ આર પ્રસાદના વકીલે પુત્ર વિરુદ્ધની આ અરજીમાં કહ્યું છે કે આ કેસ એ હાલના સમાજની સચ્ચાઈ દર્શાવે છે.
Uttarakhand News: માતા પિતા પોતાના બાળકોને સફળતાના શિખરે પહોંચાડવા માટે અનેક બલિદાનો આપતા હોય છે. પરંતુ આજના આ કળિયુગમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે કે બાળકો મોટા થઈને સફળતાના શિખરે તો પહોંચે છે પરંતુ ત્યાં પહોંચાડનારા માતા પિતાને પછી ભૂલી જાય છે અને જીવનની સંધ્યા આરે ઊભેલા આ માતા પિતાને એકલતાનો તાપ સહન કરવો પડે છે. માતા પિતા કરી પણ શું શકે? પરંતુ અહીં એક એવો નોખો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણીને તમે દંગ રહી જશો. એક વૃદ્ધ દંપત્તિ તેના પુત્ર અને વહુને કોર્ટમાં ઢસડી ગયું છે. કારણ પણ એવું કે માન્યમાં નહીં આવે.
કોર્ટમાં ઢસડી ગયા પુત્રને
વૃદ્ધ દંપત્તિ એસ આર પ્રસાદ અને તેમના પત્નીએ પોતાના વંશવેલાને આગળ વધારવા માટે પુત્ર અને વહુને કોર્ટમાં ઢસડી ગયા છે. તેમનું કહેવું છે કે પુત્રને ભણાવવા માટે અને અમેરિકામાં ટ્રેનિંગ અપાવવા માટે તેમણે પોતાની બધી કમાણી ખર્ચી નાખી. હવે તેમની પાસે કશું વધ્યું નથી. પુત્રના બાળકો સાથે વૃદ્ધાવસ્થા સારી રીતે વીતશે એ આશાએ પુત્રના 2016માં લગ્ન કર્યા પરંતુ લગ્ન પછી પુત્ર અને વહુએ એકલા છોડી દીધા. તેમનું કહેવું છે કે તેમણે બેંકમાંથી લોન લઈને ઘર બનાવ્યું. તેઓ આર્થિક અને વ્યક્તિગત રીતે હેરાન પરેશાન થઈ ગયા છે. આથી હવે આ દંપત્તિએ પોતાના જ પુત્ર અને વહુ પાસે વળતર માંગ્યું છે. એ પણ કોઈ બે પાંચ લાખનું વળતર નહીં પરંતુ અઢી-અઢી કરોડનું એટલે કે કુલ પાંચ કરોડનું વળતર. કોર્ટમાં દંપત્તિએ વળતરની માંગણી કરતા કહ્યું છે કે કાં તો બાળક કરો નહીં તો 5 લાખ વળતર આપો. કોર્ટમાં આ કેસ પર 17મી મેના રોજ સુનાવણી થશે.
Sedition Law: રાજદ્રોહના કાયદા પર રોક, હવે નવનીત રાણા, ઉમર ખાલીદ અને અન્યનું શું? ખાસ જાણો
Video: 'અસાની' વાવાઝોડાની અસરથી ઉછાળા મારતા આંધ્રના દરિયા કાંઠે આવ્યો સોને મઢેલો અદભૂત રથ
Tomato Flu: હવે ટોમેટો ફ્લૂનો હાહાકાર, આ રાજ્યમાં 80થી વધુ બાળકો તેના ભરડામાં, જાણો લક્ષણો!
લગ્ન મંડપમાં બત્તી ગૂલ અને દુલ્હનો બદલાઈ ગઈ! ચર્ચાના ચગડોળે ચડેલા આ મામલાની જાણો સચ્ચાઈ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube