Parle-G બિસ્કિટનો બધી દુકાનોમાંથી સ્ટોક થઈ ગયો ખાલી! પારલે લેવા દુકાનો પર પડાપડી! Video જોઈ છક થઈ જશો
પારલેજી એક એવી બિસ્કિટ છેકે, સૌ કોઈ આ બિસ્કિટ ખાઈને મોટું થયું છે. માત્રા બાળકો જ નહીં નાના-મોટા સૌ કોઈ પારલેજી ખાય છે. પારલેજી દુનિયાભરમાં સૌથી વધારે વેચાતી બિસ્કિટ છે. પણ અચાનક એવા સમાચાર સામે આવ્યાં કે, બધી જ દુકાનો પરથી પારલેજીનો સ્કોટ અચાનક ખાલી થઈ ગયો. આ સમાચાર સાંભળીને જ લોકો દુકાનો પર પારલેજી લેવા માટે પડાપડી કરી રહ્યાં છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે, આ અંગે અમે તપાસ કરી તો ચોંકાવનારી વાત સામે આવી....હકીકત જાણવા માટે તમારે સંપૂર્ણ અહેવાલ વાંચવો પડશે....
નવી દિલ્હીઃ પારલેજી એક એવી બિસ્કિટ છેકે, સૌ કોઈ આ બિસ્કિટ ખાઈને મોટું થયું છે. માત્રા બાળકો જ નહીં નાના-મોટા સૌ કોઈ પારલેજી ખાય છે. પારલેજી દુનિયાભરમાં સૌથી વધારે વેચાતી બિસ્કિટ છે. પણ અચાનક એવા સમાચાર સામે આવ્યાં કે, બધી જ દુકાનો પરથી પારલેજીનો સ્કોટ અચાનક ખાલી થઈ ગયો. આ સમાચાર સાંભળીને જ લોકો દુકાનો પર પારલેજી લેવા માટે પડાપડી કરી રહ્યાં છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે, આ અંગે અમે તપાસ કરી તો ચોંકાવનારી વાત સામે આવી....હકીકત જાણવા માટે તમારે સંપૂર્ણ અહેવાલ વાંચવો પડશે....આ સ્ટોરીમાં અમારો ઈરાદો કોઈપણ પ્રકારે પારલે જી ની બ્રાન્ડને કોઈ જાતનું નુકસાન પહોંચાડવાનો નથી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તેથી અમે આપને આ સ્ટોરી થકી વીડિયો દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
બિહારના સીતામઢીમાં Parle G બિસ્કિટને લઈ એવી એફવા ફેલાઈ, કે કરિયાણાની દુકાનો બહાર ભીડ જમા થઈ ગઈ. ભીડ એટલી વધી ગઈ કે બધી દુકાનોમાંથી પાર્લે જીનો સ્ટોક જ પૂરો થઈ ગયો. બિહારના સીતામઢીમાં પાર્લે જી બિસ્કિટ (Parle-G) સાથે જોડાયેલી એક અફવા એટલી ઝડપથી ફેલાઈ કે, તમામ કરિયાણાની દુકાનો પર પાર્લે જી બિસ્કિટ લેવા માટે હોડ મચી. વાત એમ છે કે, સીતામઢીમાં પાર્લે જી બિસ્કિટને ત્યાંના સ્થાનિક જિતિયા પર્વ સાથે જોડીને એક અફવા ફેલાવવામાં આવી. કહેવામાં આવ્યુ કે, ઘરમાં જેટલા પણ છોકરા છે, તે બધાને પાર્લે જી બિસ્કિટ ખવડાવવાના છે, નહીં તો તેમની સાથે અણધાર્યુ એટલે કે અનિચ્છનીય ઘટના બની શકે છે. તમને જણાવી દઈએ કે, સીતામઢીમાં જિતિયા પર્વ માતાઓ પોતાના પુત્રના દીર્ધ આયુષ્ય, આરોગ્ય અને સુખાકારી જીવન માટે રાખે છે.
જોતજોતામાં દુકાનોમાં પાર્લે જી ખરીદવા ભીડ ઉમટી:
અફવાનો ડર એટલો ભયંકર હતો કે, ત્યાંની દુકાનોમાં પાર્લે જી બિસ્કિટનો સ્ટોક જ પૂરો થઈ ગયો. જાણકારી મુજબ, લોકો હજુ પણ અફવાઓ પર વિશ્વાસ કરી રહ્યા છે. સીતામઢી જિલ્લાના બૈરગનિયા, ઢેંગ, નાનપુર, ડુમરા, બાજપટ્ટી, મેજરગંજ સહિતના વિસ્તારોમાં આ અફવા ફેલાઈ.
દુકાનોમાંથી પાર્લે જીનો સ્ટોક ખત્મ:
અફવા ક્યારે અને ક્યાંથી ફેલાઈ તેની જાણકારી નથી. પરંતુ અફવાના કારણે બિસ્કિટના વેચાણમાં અચાનક તેજી આવી. લોકો મોડી રાત સુધી પાર્લે જી બિસ્કિટ ખરીદતા જોવા મળ્યા. જ્યારે પૂછવામાં આવ્યું કે, તેઓ પાર્લે જી કેમ ખરીદે છે? તો કહ્યું, જો પાર્લે જી નહીં ખાઈએ તો, અનહોની એટલે કે અનિચ્છનીય ઘટના બની શકે છે. દુકાનદારે પણ કહ્યું, સવારથી બધા પાર્લે જી જ ખરીદવા આવ્યા.