મુંબઇ : કોરોના વાયરસના કારણે લોકડાઉન વચ્ચે ભલે તમામ બિઝનેસ નુકસાન સહી રહ્યા હોય, પરંતુ પારલેજી બિસ્કિટનું વેચાણ વધી ગયું છે. પાર્લે જી બિસ્કિટે ગત્ત 82 વર્ષનાં વેચાણનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માત્ર 5 રૂપિયામાં મળનારા પારલેજી બિસ્કિટનાં પેકેટ સેંકડો કિલોમીટર પગપાળા ચાલનારા પ્રવાસી મજૂરો માટે પણ ખુબ જ મદદગાર સાબિત થય છે. કોઇએ પોતે ખરીદીને ખાધા તો કોઇને બીજા લોકોએ મદદ તરીકે ખવડાવ્યા. ઘણા લોકોએ તો પોતાનાં ઘરે પારલેજી બિસ્કિટનો સ્ટોક કરી રાખ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

82 વર્ષનો રેકોર્ડ તુટ્યો
પારલેજી 1938થી જ લોકોની વચ્ચે એક ફેવરેટ બ્રાન્ડ છે. લોકડાઉન વચ્ચે હવે તેને અત્યાર સુધીનાં ઇતિહાસમાં સૌથી વધારે બિસ્કિટ વેચ્યાનો રેકોર્ડ બનાવ્યો છે. જો કે પારલેજી કંપનીનાં સેલ્સ નંબર તો નથી જાહેર કર્યા પરંતુ તે જરૂર જણાવ્યું કે, માર્ચ, એપ્રીલ અને મે ગત્ત 8 દશકોનાં તેનાં સૌથી સારા મહિનાઓ રહ્યા. 

કંપનીના ગ્રોથમાં 80 90 ટકાની હિસ્સેદારી
પારલે જી પ્રોડક્ટનાં કેટેગરી હેડ મયંક શાહે કહ્યું કે, કંપનીની કુલ માર્કેટ શેરમાં 5 ટકા વધારો થયો છે અને તેમાંથી 80 90 ટકા ગ્રોથ પારલેજીનાં સેલમાં જ થયો છે. 

કંપનીને થયો મોટો ફાયદો
કેટલાક ઓર્ગેનાઇઝ બિસ્કિક નિર્માતાઓ જેવા પારલેજી લોકડાઉનનાં થોડા જ સમય બાદ ઓપરેશન ચાલુ કરી દીધા હતા. તેમાંથી કેટલીક ખાસ કંપનીઓએ તો પોતાનાં કર્મચારીઓનાં આવવા જવા માટેની વ્યવસ્થા કરી હતી જેથી સરળતાથી અને સુરક્ષીત રીતે કામ પર આવી શકે છે. જ્યારે ફેક્ટરીઓ ચાલુ થઇ તો આ કંપનીઓનુ ફોકસ તે પ્રોડક્ટ ઉત્પાદન કરવા પર હતું જેનું વેચાણ વધારે થાય છે. 

હાલમાં જ એફએમસીજી પ્લેયર્સ પર એક અભ્યાસ કરનારા ક્રિસિલ રેટિંગનાં સિનીયર ડાયરેક્ટર અનુજ સેઠીએ કહ્યું કે, ગ્રાહક દર તે વસ્તું ખરીદતા રહ્યા, જે મળતી રહેતી હતી. ભલે આ પ્રીમિયર હોય કે ઇકોનોમી. કેટલાક પ્લેટર્સે તો પ્રીમિયર વેલ્યુ પર જ ફોકસ કર્યું.  આ તમામ પ્લેયર્સે ગત્ત 18 24 મહિનામાં પોતાનું ડિસ્ટ્રિબ્યુશન વધારવા અંગે ફોકસ કર્યું. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં કર્યું. કોરોના વાયરસ સમયમાં તેની મહેનત રગ લાવી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube