નવી દિલ્લીઃ દેશમાં કોરોના કાળની સ્થિતિ, સતત વધતી જતી મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો અને આગામી ચૂંટણી સહિતના મુદ્દાઓની સાથે સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સાથે જ સરકારની નવી નીતિઓ અને સરકારના નવા પ્રોજેક્ટ અને ફંડની ફાળવણી અંગે બજેટ પર પણ ચર્ચા થશે. ત્યારે કેવું હશે દેશનું બજેટ, સામાન્ય માણસોને આ બજેટથી શું લાભ થશે, કેવી રીતે ચાલશે આખા બજેટ સત્રની કાર્યવાહી, કઈ બાબતો સૌથી મહત્ત્વની રહેશે. આ તમામ સવાલોના જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ પટેલ આજે સંસદના ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે સંસદના સત્રની સુચારૂ કામગીરી સુનિશ્ચિત કરવા માટે બેઠક કરશે. 31 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થયું છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 2021-22 માટે આર્થિક સર્વે રજૂ કર્યો. નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2022-23 (Budget 2022-2023) માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સોમવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. કોવિડ રોગચાળાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સત્રના પ્રથમ તબક્કા દરમિયાન, લોકસભા અને રાજ્યસભાની બેઠકો દિવસના અલગ-અલગ સમયે યોજવામાં આવશે, જેથી કોવિડ સંબંધિત સામાજિક અંતરના નિયમોનું પાલન કરી શકાય.


એવું કહેવામાં આવી રહ્યું છે કે બજેટ સત્રમાં હોબાળો થવાની સંભાવના છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસે બજેટ સત્રમાં કોરોના પ્રભાવિત પરિવારો માટે રાહત પેકેજ, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને લગતા મુદ્દાઓ, સરહદ પર ચીન સાથેની ગતિરોધ અને અન્ય કેટલાક મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો નિર્ણય લીધો છે.


- બજેટ સત્ર 8 એપ્રિલે સમાપ્ત થશે, સત્રનો પહેલો ભાગ 11 ફેબ્રુઆરી સુધી ચાલશે.


- 12 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી રજા રહેશે. આ દરમિયાન, સ્થાયી સમિતિઓ વિવિધ મંત્રાલયો અને વિભાગો માટે બજેટની ફાળવણીની તપાસ કરશે અને અહેવાલો તૈયાર કરશે.


- 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ બજેટ સત્રના પ્રથમ બે દિવસોમાં સંસદના બંને ગૃહોમાં ઝીરો અવર અને પ્રશ્નકાળ નહીં હોય.


- લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા બુધવારથી શરૂ થશે. એવી શક્યતા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ફેબ્રુઆરીએ ચર્ચાનો જવાબ આપે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે ચાર દિવસ નક્કી કરવામાં આવ્યા છે, જે 2 ફેબ્રુઆરીથી શરૂ થશે.


- રાષ્ટ્રપતિનું સંબોધન 31 જાન્યુઆરીએ રાત્રે 11 કલાકે થશે. 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે લોકસભાની બેઠક મળશે અને તે દિવસે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે.


- સરકારે આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે કામચલાઉ રીતે ચાર દિવસ નક્કી કર્યા છે, જે ફેબ્રુઆરી 2, 3, 4 અને 7 છે.


- બજેટ સત્ર દરમિયાન કુલ 29 બેઠકો થશે, જેમાં પ્રથમ તબક્કામાં 10 બેઠકો અને બીજા તબક્કામાં 19 બેઠકો થશે.


- સચિવાલયના જણાવ્યા અનુસાર કોવિડ-19ને કારણે લોકસભા 2 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી સાંજે 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી ચાલશે. રાજ્યસભાની બેઠક સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી ચાલશે.


- કોરોના વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને નીચલા ગૃહની બેઠક દરમિયાન સભ્યોના બેસવા માટે બંને ગૃહોની ચેમ્બર અને ગેલેરીનો ઉપયોગ કરવામાં આવશે.


- કેન્દ્રીય કેબિનેટ મંગળવારે સવારે 10:10 વાગ્યે કેન્દ્રીય બજેટ 2022-23ને સંસદમાં રજૂ કરવામાં આવે તે પહેલા તેને મંજૂરી લેવા માટે મોકલશે.