નવી દિલ્હી : મોદી સરકારની વિરુદ્ધ લોકસભામાં શુક્રવારે સવારે 11 વાગ્યાથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. સદનની કાર્યવાહી ચાલુ થતાની સાથે જ જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા. સ્પીકર સુમિત્રા મહાજને ચર્ચાને વચ્ચે અટકાવતા કહ્યું કે, જેના પર તમે લોકો આરોપ લગાવે છે, તેમને પણ બોલવાનો અધિકાર છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને લોકસભામાં દિલ્હીના એલજી દ્વારા પસંદગી પામેલી સરકાર પર કામ નહી કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, દિલ્હીનાં પસંદગી પામેલા મુખ્યમંત્રી એલજીને મળવા માટે રાહ જોઇ રહ્યા હતા પરંતુ એલજી મળ્યા નહોતા. ચાર રાજ્યોનાં સીએમ તેમને મળવા ગયા પરંતુ એલજી મળ્યા નહોતા. તેમણે કહ્યું કે, કદાચ વાઇસરોયની આત્મા એલજીમાં ઘુસેલી છે.  ભગવંત માને કહ્યું કે, ભાજપના લોકો ગોવામાં પણ એવું કરે છે. તેમણે કહ્યું કે, આજે ડિબેટ ખોટી વાત પર ચાલી રહી છે. કોઇ પણ ટીવી ચેનલ લગાવો માત્ર હિન્દુ મુસ્લિમ થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે અસલી મુદ્દાઓ પર વાત નથી થઇ રહ્યું. 

ટીએમસી નેતા દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી જણાવે કે તમારા સીબીઆઇ ચીફ પોતાના ડેપ્યુટી ચીફ સાથે કેમ લડી રહ્યા છે. તમારા રેવન્યુ ચીફ ઇડી સામે કેમ લડી રહ્યા છો. એટલે કે ક્યાંય જરૂર ગોટાળો છે. તેમણે કહ્યું કે બે વર્ષ થઇ ગયા કે નોટબંધી બાદ પણ જાણવા મળ્યું કે ગમે તેટલી રકમ પાછી આવી. ટીએમસી નેતાએ કહ્યું કે, આ સરકારના કાર્યકાળમાં લોકશાહીની તમામ સંસ્થાઓને નુકસાન પહોંચ્યું છે. મોબ લિચિંગ અંગે દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, દેશમાં એક નશો ચાલી રહ્યો છે કે તમામને મારો, જ્યારે લિંચિંગ થાય છે ત્યારે પોલીસ ઉભી રહીને તમાશો જોતી હોય છે.