નવી દિલ્હીઃ ચોમાસુ સત્રમાં લોકસભામાં ભાજપ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવને સ્પીકરની મંજૂરી મળ્યા બાદ વિપક્ષનો ઈરાદો મજબૂત છે. યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગૃહમાં પોતાના સાંસદોની સંખ્યા પર કહ્યું, કોન કહે છે અમારી પાસે સંખ્યાબળ નથી. શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષની એકતા દેખાશે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, આવા અવિશ્વાસ પ્રસ્તાવનો કોઈ ઉદ્દેશ્ય નથી. અમે 20 જુલાઈએ અમારો બહુમત ફરી સાબિત કરી દેશું. અમે અવિશ્વાસ પ્રસ્તાવ સરળતાથી જીતી જશું અને વિપક્ષને અમારી શક્તિનો પરિચય થઈ જસે. એસપી નેતા આરજી યાદવે કહ્યું કે, વિપક્ષની પાસે પર્યાપ્ત સંખ્યાબળ નથી. પરંતુ તે નેતા છે જે જનતાને જણાવશે કે કેમ સરકાર તેને છેતરી રહી છે. રામગોપાલ યાદવે કહ્યું કે, સરકાર પાડવા માટે નંબર નથી તો હેતુ કેમ સરકાર પાડવાનો હોય? વિશ્વાસ તે છે કે જનતાના મનમાં અવિશ્વાસ ઉભો કરવામાં આવે. 



કોંગ્રેસે પહેલા જાહેરાત કરી હતી કે સંસદના ચોમાસુ સત્રમાં તમામ વિપક્ષી પાર્ટીઓની સાથે મળીને સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, સોમવારે વિપક્ષી દળોની બેઠકમાં સામેલ થયેલી પાર્ટીઓ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પર સહમત છે. 


ખડગેએ કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રયત્ન કરશે કે, તમામ વિપક્ષી પાર્ટીઓનો સાથ લે. ખડગેએ કહ્યું હતું કે કોંગ્રેસ આ સત્રમાં મહિલા સુરક્ષા, બેરોજગારી, મોબ લિન્ચિંગ, કિસાનોની સ્થિતિ, એસસી-એસટી વિરોધી કાયદો, મોંઘવારી, પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારા જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરશે. અવિશ્વાસ પ્રસ્તાવમાં આ મુદ્દાનો સમાવેશ કરશે.