Parliament Monsoon Session 2021 Live Updates: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયુ છે. તથા સદનની કાર્યવાહી 13 ઓગસ્ટ સુધી ચાલશે. બંને સદનોની બેઠક 11 વાગે એક જ સમયે શરૂ થઈ. સરકાર ચોમાસુ સત્ર દરમિયાન અનેક બિલ પાસ કરાવવાના એજન્ડા સાથે સદનમાં આવશે જ્યારે વિપક્ષ પણ કોવિડ-19ની બીજી લહેરને પહોંચી વળવામાં સરકારની કામગીરી, પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો અને ખેડૂત આંદોલનના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા બપોરે 3.30 વાગ્યા સુધી સ્થગિત
સદનમાં વિપક્ષી સાંસદોના હોબાળાના કારણે લોકસભા બપોરે 3.30 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. ભારે હોબાળાના પગલે રાજ્યસભા પણ 3 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. 


નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું-હોબાળો નિંદનીય
લોકસભામાં વિપક્ષના હોબાળા પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે જ્યારે મંત્રીમંડળનો વિસ્તાર થાય અને નવા મંત્રીઓના શપથ થાય છે ત્યારબાદ પીએમ મંત્રી પરિષદના સભ્યોનો પરિચય કરાવે છે. પીએમ મોદી એ જ પરંપરા નિભાવી રહ્યા હતા પરંતુ કોંગ્રેસે હોબાળો કર્યો. આ ખુબ નિંદનીય છે. 


રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા ફરી હોબાળો
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ ફરી હોબાળો થવા લાગ્યો. પીએમ મોદી નારાજ થયા. 


રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા ફરી હોબાળો
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ ફરી હોબાળો થવા લાગ્યો. પીએમ મોદી નારાજ થયા. 

લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
હોબાળાના પગલે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12.24 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube