નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર સોમવારે શરૂ થતાની સાથે જ હંગામાને ભેટ ચડી ગયું. વિપક્ષના ભારે હોબાળાના પગલે લોકસભાની અને રાજ્યસભાની કાર્યવાહી સતત સ્થગિત થતી રહી. પહેલા લોકસભામાં વિપક્ષી દળોના નેતાઓ પીએમ મોદીના સંબોધનમાં વિધ્ન નાખ્યું અને ત્યારબાદ રાજ્યસભામાં પણ એ જ સ્થિતિ રહી. રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સદનમાં હાજર સભ્યોના વર્તન પર ખુબ વરસ્યા. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષની માનસિકતા મહિલા વિરોધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભામાં પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે દેશના ખેડૂત પરિવારના બાળકો મંત્રી બનીને સદનમાં તેમનો પરિચય થઈ રહ્યો છે કેટલાક લોકોને ખુબ પીડા થઈ રહી છે. આ સદનમાં મંત્રી બનેલી મહિલાઓનો પરિચય થઈ રહ્યો છે તો એવી કઈ મહિલા વિરોધી માનસિકતા છે જેના કારણે સદનમાં તેમના નામ સાંભળવા માટે પણ તૈયાર નથી. 


આગળ પીએમ મોદીએ કહ્યું કે આ કઈ માનસિકતા છે જે દલિતો, આદિવાસીઓ, ખેડૂતોના પુત્રોનું ગૌરવ કરવા માટે તૈયાર નથી? આ પ્રકારની માનસિકતા પહેલીવાર સદને જોઈ છે. આ બાજુ વિપક્ષના હોબાળા બાદ રાજ્યસભા સ્થગિત કરાઈ હતી. 


Eid al-Adha પર કોરોનાના નિયમોમાં આપી છૂટછાટ, હવે કેરળ પાસે સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ


વિપક્ષને દલિતનું મંત્રી બનવું પચતું નથી- પીએમ મોદી
આ બાજુ લોકસભામાં ભારે હોબાળા વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે ખુશીની વાત છે કે અનેક દલિત ભાઈઓ મંત્રી  બન્યા છે. આપણા અનેક મંત્રી ગ્રામીણ વિસ્તારોથી પરંતુ કેટલાક લોકોને એ ગમતું નથી. હું વિચારતો હતો કે આજે સદનમાં ઉત્સાહનું વાતાવરણ હશે કારણ કે ખુબ મોટી સંખ્યામાં આપણા મહિલા સાંસદ, દલિત ભાઈ, આદિવાસી, ખેડૂત પરિવારથી સાંસદોને મંત્રી પરિષદમાં તક મળી. તેમનો પરિચય કરવાનો આનંદ થાત. 


આ અગાઉ પીએમ મોદીએ સદનની કાર્યવાહી શરૂ થતા પહેલા કહ્યું હતું કે સંસદનું ચોમાસુ સત્ર સાર્થક ચર્ચા માટે સમર્પિત થાય. કારણ કે જનતા અનેક મુદ્દાઓ પર જવાબ ઈચ્છે છે. અને આ માટે સરકાર પૂરેપૂરી રીતે તૈયાર છે. પીએમએ આ સાથે સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે પત્રકારો સાથેની ચર્ચામાં કહ્યું કે વિપક્ષી દળો આકરામાં આકરા સવાલ પૂછે પરંતુ સાથે સાથે આગ્રહ કર્યો કે શાંત વાતાવરણમાં તેઓ સરકારને જવાબ આપવાની તક પણ આપે. 


avjot Singh Sidhu એ દેશના પ્રથમ PM સાથે શેર કર્યો પિતાનો ફોટો, સોનિયા ગાંધી, રાહુલ-પ્રિયંકા ગાંધીનો આભાર વ્યક્ત કર્યો


કોરોના પર પીએમ મોદીએ શું કહ્યું
પીએમ મોદીએ રસી મૂકાવનારાઓને બાહુબલી ગણાવ્યાં. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ચાલીસ કરોડ લોકો કોરોનાની રસી મૂકાવી ચૂક્યા છે. આગળ પણ આ સિલસિલો ચાલુ રહેશે. તેમણે કહ્યું કે કોરોના એક એવી મહામારી છે જેની ઝપેટમાં આખુ વિશ્વ અને માનવજાતિ છે. અમે ઈચ્છીએ છીએ કે આ સંદર્ભમાં સંસદમાં સાર્થક ચર્ચા થાય અને પ્રાથમિકતાના આધાર પર થાય. તમામ સાંસદના સૂચનો પણ મળે. જેનાથી કોરોના વિરુદ્ધ લડતમાં ઘણી નવીનતા આવી શકે છે. અને જો ખામીઓ રહી ગઈ હશે તો તેને પણ ઠીક કરી શકાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube