નવી દિલ્હી: ગ્રેજ્યુટી ચુકવણી સુધારા બિલ 2017ને રાજ્યસભામાંથી પાસ થઇ ગયું છે. ગુરૂવારે તેને સર્વસંમત્તિથી મંજૂરી આપી દેવામાં આવી છે. આ બિલ માટે કાયદો બની ગયા પછી ખાનગી ક્ષેત્રમાં નોકરી કરનારાઓને ફાયદો થશે. તેમની 20 રૂપિયા સુધીની ગ્રેજ્યુટીની રકમ ટેક્સ ફ્રી થશે. હાલની વ્યવસ્થામાં સંગઠીત ક્ષેત્રમાં 5 વર્ષ અથવા તેનાથી વધુ સમય નોકરી કરી ચૂકેલા કર્મચારી નોકરી છોડવા અથવા રિટાયર થયા બાદ 10 લાખ રૂપિયા સુધીની ટેક્સ ફ્રી ગ્રેજ્યુટીને યોગ્ય માને છે. હવે આ કાયદો બન્યા પછી આ મર્યાદા બમણી થઇ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યારે શું છે વ્યવસ્થા
હાલના સમયમાં 10 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુટી પર કોઇપણ પ્રકારનો ટેક્સ આપવો નહી પડે. ગ્રેજ્યુટી સંગઠીત ક્ષેત્રના તે કર્મચારીઓને મળે છે, જે કોઇ કંપનીમાં 5 વર્ષ અથવા તેનાથી વધુ સમય માટે પોતાની સેવા આપે છે. તેમને ગ્રેજ્યુટી નોકરી છોડ્યા પછી અથવા સેવાનિવૃતિના સમયે આપવામાં આવે છે. 


રાજ્યસભામાં શું થયું?
ગ્રેજ્યુટી સંબંધિત ચૂકવણી ગ્રેજ્યુટી (સુધારા) બિલ 2017ને શ્રમ તથા રોજગાર મંત્રી સંતોષ કુમાર ગંગવારના અનુરોધ પર ખર્ચ કર્યા વિના સર્વસંમતિથી મંજૂર કરી દેવામાં આવ્યું. ગંગવારે બિલને રજૂ કરતાં કહ્યું કે 'આ અત્યંત જરૂરી બિલ છે અને હું અનુરોધ કરું છું કે ચર્ચા વિના તેને મંજૂર કરી દેવામાં આવે.'


શું છે ગ્રેજ્યુટી?
ગ્રેજ્યુટી ચૂકવણી બિલ, 1972ને ફેક્ટરી, ખાણ, પોર્ટ સહિત અન્ય કંપનીઓમાં કામ કરનાર કર્મચારીઓ માટે લાગૂ કરવામાં આવ્યો હતો. આ કાયદો તેમના પર લાગૂ થાય છે, જે કંપનીમાં ઓછામાં ઓછા 10 વર્ષ કર્મચારી હોય. આ સાથે જ કર્મચારીએ 5 વર્ષ અથવા તેનાથી વધુ સમય અહીં કામ કર્યું હોય. જોકે ગ્રેજ્યુટી કર્મચારીની કંપની માટે લાંબી સેવાની પ્રશંસા કરવાનું એક માધ્યમ છે.  


2010માં પણ થઇ હતી ટેક્સ ફ્રી
આ પહેલાં ગ્રેજ્યુટીની ટેક્સ ફ્રી સીમા 2010માં નક્કી કરવામાં આવી હતી. ત્યારથી માંડીને અત્યાર સુધી તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ લોકસભામાં આ બિલને પાસ કર્યા બાદ ટેક્સ ફ્રી ગ્રેજ્યુટીના 20 લાખ રૂપિયાનો રસ્તો સાફ થઇ ગયો છે. 


અહી લાગૂ છે ગ્રેજ્યુટીની જોગવાઇ
10 અથવા તેનાથી વધુ લોકોને નોકરી આપનાર સંસ્થાઓમાં ગ્રેજ્યુટીની જોગવાઇ લાગૂ છે. તેમાં કારખાના, ઓઇલ ક્ષેત્રો, બાગાયત, રેલ કંપનીઓ, દુકાનો તથા અન્ય સંસ્થાઓના કર્મચારીઓ આવે છે. તેના હેઠળ ગ્રેજ્યુટી પેમેન્ટ પ્લાન અધિનિયમિત કરવામાં આવી હતી. અધિનિયમની કલમ 4 આધીન ગ્રેજ્યુટીની અધિકત્તમ સીમા વર્ષ 2010 માં 10 લાખ રૂપિયા રાખવામાં આવી હતી.  


શું છે ગ્રેજ્યુટી વધારવાનું કારણ? 
આ અધિનિયમનને લાગૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સેવાનિવૃત્તિ બાદ કામગારોની સામાજિક સુરક્ષા પુરી પાડે છે, ભલે સેવાનિવૃત્તિની નિયમાવલીના પરિણામસ્વરૂપ સેવાનિવૃત્તિ થઇ હોય અથવા શરીરના મહત્વપૂર્ણ અંગ નિષ્ફળ થયા હોય અથવા શારીરિક વિકલાંગતાના કારણે સેવાનિવૃત્તિ થઇ હોય. 


અધિનિયમની કલમાં પણ સુધારો
બિલના ઉદ્દેશ્ય તથા કારણોમાં કહેવામાં આવ્યું છે કે ગ્રેજ્યુટી સુધારા બિલમાં અન્ય વાતોની સાથે-સાથે અધિનિયમની કલમ 2કનો સુધારો કરવાની જોગવાઇ કરવામાં આવી છે. તેનાથી સરકારને નિરંતર સેવા બિલમાં સામેલ મહિલા કર્મચારીઓને હાલમાં 12 અઠવાડિયાના બદલે 'પ્રસુતિ લિવની મર્યાદા'ને અધિસૂચિત કરવામાં આવી. 


કેમ આમ કરવામાં આવ્યું
આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે પ્રસુતિ સુવિધા સંસોધન અધિનિયમન 2017ના માધ્યમથી પ્રસૂતિ રજાની સમય મર્યાદાને વધારીને 26 અઠવાડિયા કરવામાં આવી હતી. એવામાં કેંદ્ર સરકારને હાલ 12 અઠવાડિયાની મર્યાદાને એવી અન્ય મર્યાદા માટે અધિસૂચિત કરવાની વાત કરી છે. તેના હેઠળ દસ લાખ રૂપિયા શબ્દના બદલે 'એક એવી રકમ જે કેંદ્ર સરકાર દ્વારા સમય પર અધિસૂચિત કરવામાં આવે' શબ્દ રાખવા માટે અધિનિયમની કલમ 4માં સુધારો કરવાનો પ્રસ્તાવ છે.