નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની રચના થઈ ગઈ છે. શુક્રવાર સાંજે કેબિનેટની બેઠક થઈ. જેમાં સરકારના પહેલા 100 દિવસના એજન્ડા પર ચર્ચા થઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ સંસદનું બજેટ સત્ર 17 જૂનથી શરૂ થશે. બજેટ સત્ર 26 જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન સરકાર પોતાનું બજેટ રજુ કરશે. 19 જૂનના રોજ લોકસભા સ્પીકરની ચૂંટણી યોજવામાં આવશે. તે અગાઉ સદનના સૌધી સીનિયર સાંસદ બાકીના સાંસદોને શપથ લેવડાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યાં મુજબ લોકસભામાં પ્રોટેમ સ્પીકરની ભૂમિકા મેનકા ગાંધીની હોઈ શકે છે. તેમને આ વખતે મોદી મંત્રીમંડળમાં જગ્યા મળી નથી. ગત સરકારમાં તેઓ મહિલા અને બાળવિકાસ મંત્રી હતાં. આ વખતે આ કાર્યભાર અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવનારા સ્મૃતિ ઈરાનીને મળ્યો છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...