નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. શરૂઆતના બે દિવસ ખુબ જ હંગામેદાર રહ્યા. સત્રના ત્રીજા દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા લોકસભામાં The Assisted Reproductive Technology (Regulation) Bill, 2020 રજુ કરશે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જાણકારી આપતા કહ્યું કે કોરોના મહામારી પર એક ટૂંકી ચર્ચા માટે સમય ફાળવવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે મંગળવારે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સદનમાં કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી અને સરકાર એ સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પગલાં ભરી રહી છે કે તે દેશ સુધી ન પહોંચે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભા 3 વાગ્યા સુધી સ્થગિત
રાજ્યસભાની કાર્યવાહી જેવી  ફરી શરૂ થઈ કે વિપક્ષી સાંસદોની નારેબાજી બાદ રાજ્યસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. 


ખેડૂતોના મોતનો આંકડો સરકાર પાસે નથી
ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોના મોતનો કોઈ આંકડો સરકાર પાસે નથી. આ વાતની જાણકારી કેન્દ્ર સરકારે લોકસભામાં આપી. સંસદમાં જ્યારે કેન્દ્ર સરકારને પૂછવામાં આવ્યું કે આંદોલનમાં કેટલા ખેડૂતોના મોત થયા તો કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સરકારની પાસે તેનો કોઈ આંકડો નથી. 


રાજ્યસભા ફરી સ્થગિત
રાજ્યસભાની કાર્યવાહી 12 વાગે શરૂ થતા વળી પાછો વિપક્ષે હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો. ત્યારબાદ સદનની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube