નવી દિલ્હી : આજથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી છે કે સંસદના સમયનો સદુપયોગ થશે તેમજ આ સત્રનો સકારાત્મક ઉપયોગ કરવામાં આવશે. વડાપ્રધાને કહ્યું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે ઠંડી ખાસ નથી પણ અમારું શિયાળું સત્ર શરૂ થઈ ગયું છે. 2017થી શરૂ થયેલું આ સત્ર 2018 સુધી ચાલશે. વડાપ્રધાને વાયદો કર્યો છે કે આ સત્રમાં દુરંગામી પ્રભાવ પાડતા બિલ સંસદમાં આવશે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સંસદમાં ધમાલ
આ વર્ષે સંસદમાં શિયાળુ સત્ર ધમાલભર્યું બની રહેવાની સંભાવના છે. વિપક્ષ સરકારને રાફેલ, જીએસટી તેમજ નોટબંધી, ખેડૂતોની દુર્દશા તેમજ ધાર્મિક અસહિષ્ણુતાનો મામલે ઘેરશે. સરકાર દ્વારા આ સત્રમાં 25 પેન્ડિંગ અને 14 નવા બિલ રજૂ કરવામાં આવશે એવી ધારણા છે.



ચૂંટણીની પડશે અસર
ગુજરાત ચૂંટણીના કારણે મોડા શરૂ થયેલા આ સત્ર પર ગુજરાત તેમજ હિમાચલ પ્રદેશના પરિણામોની અસર પડશે. જો ભાજપ ગુજરાત તેમજ હિમાચલ પ્રદેશમાં જીત મેળવી લેશે તો કોંગ્રેસના નવા અધ્યક્ષ રાહુલ ગાંધી માટે ભાજપને ઘેરવાનું મુશ્કેલ બની જશે. સામાન્ય રીતે એક મહિના સુધી ચાલનારું આ શિયાળુ સત્ર નવેમ્બરના અંતિમ અઠવાડિયાથી શરૂ થાય છે અને ક્રિસમસ પહેલાં એનો અંત આવી જાય છે. આ વર્ષે સત્ર 15 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી ચાલશે. આ સત્રમાં ક્રિસમસના કારણે 25 તેમજ 26 ડિસેમ્બરે રજા આપવામાં આવશે.