લોકસભામાં હંગામા બાદ કાર્યવાહી; અધીર રંજન સહિત 31 સાંસદ સસ્પેન્ડ, કોંગ્રેસે કહ્યું- તાનાશાહીની ચરમસીમા
લોકસભામાં હંગામો કરવા બદલ વિપક્ષના અનેક સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સોમવારે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી સહિત 31 જેટલા સાંસદોને સસ્પેન્ડ કર્યા છે.
લોકસભામાં હંગામો કરવા બદલ વિપક્ષના અનેક સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સોમવારે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી સહિત 33 જેટલા સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ આ સાંસદોના સસ્પેન્શન અંગે સદનમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને સ્વીકારી લેવામાં આવ્યો છે.
સસ્પેન્ડ થનારા સાંસદોમાં કોંગ્રેસના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી અને ડીએમકે નેતા ટીઆર બાલુ પણ સામેલ છે. કોંગ્રેસે સ્પીકરની આ કાર્યવાહીને તાનાશાહી ગણાવી છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube