મંગળવારે સંસદના નીચલા ગૃહમાં એક દેશ એક ચૂંટણી બિલ રજૂ કરાયું. આ બિલને સ્વીકાર કરવા અંગે બે વાર મતદાન થયું અને મતદાન બાદ આ બિલ સ્વીકારવામાં આવ્યું. બિલના પક્ષમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા. બિલ રજૂ થયાના એક દિવસ પહેલા ભાજપ અને કોંગ્રેસે પોતાના તમામ સાંસદોને વ્હિપ ઈશ્યુ કર્યું હતું અને કહ્યું હતું કે મંગળવારે તમામ સાંસદો લોકસભામાં હાજર રહે. પરંતુ મોટી સંખ્યામાં સાંસદોએ આ વ્હિપને અવગણ્યું અને લોકસભામાં ગેરહાજર રહ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે સોમવારે ત્રણ લાઈનનું વ્હિપ જારી કર્યું હતું અને તમામ સાંસદોને લોકસભામાં હાજર રહેવાની અપીલ કરાઈ હતી. મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના લગભગ 20 જેટલા સાંસદો મતદાન સમયે લોકસભામાં હાજર નહતા. જેથી કરીને ભાજપે હવે આ સાંસદોને નોટિસ ફટકારી છે. એવું કહેવાય છે કે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને જગદંબિકા પાલ જેવા દિગ્ગજોને પણ નોટિસ આપવામાં આવી છે. 


ભાજપે જે સાંસદોને નોટિસ ફટકારી છે તેમના લિસ્ટ તો સામે નથી આવ્યા પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં કેટલાક નામો અંગે દાવો થઈ રહ્યો છે જેમને પાર્ટીએ નોટિસ પાઠવી છે. જે નામો નીચે પ્રમાણે છે...


- જગદંબિકા પાલ
- શાંતનુ ઠાકુર
- બીએસ રાઘવેન્દ્ર
- ગિરિરાજ સિંહ
- જ્યોતિરાદિત્ય સિંધિયા
- વિજય બઘેલ
- ભાગીરથ ચૌધરી (મંત્રી છે, પીએમના પ્રોગ્રામમાં જયપુર હતા)
- ઉદયરાજે ભોંસલે
- જયંતકુમાર રોય
- જગન્નાથ સરકારન


શું હોય છે વ્હિપ
વ્હિપ એક રાજકીય શબ્દ છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે સંસદીય અને વિધાનમંડળીય પ્રક્રિયાઓ માટે થાય છે. આ એક એવું તંત્ર છે જે પાર્ટીના સભ્યોને પાર્ટીની દિશા-નિર્દેશો અને નીતિઓના પાલન કરવાની વાત કરે છે. આ ઉપરાંત વ્હિપનો ઉપયોગ મહત્વપૂર્ણ મતદાન કે ચર્ચાઓ દરમિયાન પાર્ટી અનુશાસન જાળવી રાખવા માટે કરાય છે. વ્હિપનો હેતુ એ વિશ્વાસ પેદા કરવાનો હોય છે કે પાર્ટીના તમામ સભ્યો પાર્ટીની નીતિઓનું સમર્થન કરે અને મતદાન સમયે એકજૂથ રહે. 


વ્હિપના પ્રકાર


- સિંગલ લાઈન વ્હિપ- જ્યારે મામૂલી મહત્વવાળી વાત હોય તો પાર્ટી ફક્ત ઉપસ્થિત રહેવાનો નિર્દેશ આપે છે. 


- ડબલ લાઈન વ્હિપ- સભ્યોને મહત્વપૂર્ણ મામલાઓ પર ઉપસ્થિત રહેવા અને પાર્ટીના આદેશો મુજબ કામ કરવાનું કહેવાય છે. 


- ટ્રિપલ  લાઈન વ્હિપ- અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આ વ્હિપ બહાર પાડવામાં આવે છે. જેમાં પાર્ટીના આદેશોનું પાલન કરવું જરૂરી હોય છે. ન માનો તો અનુશાસનાત્મક કાર્યવાહી થઈ શકે છે. 


વ્હિપ ન માનો તો શું થાય
જો કોઈ સાંસદ કે પછી વિધાયક વ્હિપનું પાલન ન કરે તો તેમના વિરુદ્ધ પાર્ટી અનુશાસનાત્મક કાર્યવાહી કરી શકે છે. જેમાં પાર્ટીમાંથી સસ્પેન્ડ કે બરતરફ કરવાનું પણ સામેલ છે.