નવી દિલ્હી : કેદારનાથ ધામનાં મંદિરની દિવાલ પર દેખાડાતા લેઝર શોની 22 મિનિટની ક્પિલનાં એક 5 મિનિટનાં એક હિસ્સા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ લેઝર શોમાં બાબા કેદાર સાથે જોડાયેલી તમામ પૌરાણીક વાર્તા છે. જો કે આ 22 મિનિટની ફિલ્મનાં 5 મિનિટનાં તે હિસ્સા પર બદ્રી કેદારનાથ સમિતીનાં અધ્યક્ષ ગણેશ ગોદિયાલે વિરોધ વ્યક્ત કરીને બંધ કરવાનો આદેશ આપ્યો છે. જેમાં વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા કામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે અધ્યક્ષ ગણેશ ગોદિયાલે કહ્યું કે, અમે આસ્થાનાં પ્રતિક બાબા કેદારનાથમાં આ લેઝરશો દેખાડનારી ગુજરાતની કંપનીને કહ્યું કે, બાબા કેદારનાથની દિવાલો પર જો કોઇએ કંઇ પણ દેખાડવું હોય તો જરૂર દેખાડી શકે છે, પરંતુ બાબાનાં મંદિર પર કોઇ પાર્ટી વિશેષની જાહેરાત તરીકે જો ઉપયોગ કરવામાં આવે તો અમે તેના પર તુરંત જ પ્રતિબંધ લગાવી દઇશું. 

મંદિરને રાજનીતિનો અખાડો નહી બનવા દેવામાં આવે
કેદારનાથ ભગવાનનો દરબાર છે, તેમાં રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન કોઇ પોતાની જાહેરાત કરવાનો અધિકાર નથી. તે ગમે તેટલો મોટો વ્યક્તિ હોય પરંતુ ભગવાનની સમકક્ષ ન હોઇ શકે. તે પછી ભલે ભાજપનો નેતા હોય કે કોંગ્રેસનો, અમે મંદિરમાંરાજનીતક અખાડો નહી બનવા દઇએ. અમે મંદિરની દિવાલો પર નરેન્દ્ર મોદી કે અન્ય કોઇ રાજકીય વ્યક્તિ અંગે કંઇ પણ નહી દેખાવા દઇએ. 

લેઝર શોમાંથી મોદીનાં સીન કાપી દેવાયા
કેદારનાથ મંદિર સમિતીનાં વિરોધ બાદ કંપનીએ પાંચ મિનિટનાં તે સીન કાપી નાખ્યાં જેમાં વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ હતો. ત્યાર બાદ સમિતીએ નવા શોને સ્વિકૃતી આપી હતી. હવે માત્ર ભગવાન શિવ સંબંધિત ચિત્રો જ દેખાડવામાં આવી રહ્યા છે.