કોલકત્તાઃ મંત્રી પદેશી હટાવ્યા બાદ પાર્થ ચેટર્જીને ટીએમસીમાંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ કહ્યુ કે પાર્થ ચેટર્જીને મહાસચિવ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ત્રણ અન્ય પદો પરથી હટાવી દેવામાં આવ્યા છે. તપાસ શરૂ રહેશે ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દોષી સાબિત ન થાય તો તે પરત આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિષેક બેનર્જીએ કહ્યુ કે મુખ્યમંત્રીએ નિર્ણય લીધો અને આજે પાર્થ ચેટર્જીને મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા. મામલાની તપાસ ચાલી રહી છે. જો કોઈ ખોટું કરે છો તો ટીએમસી તેને ચલાવી લેશે નહીં. ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરેન્સ હશે. તપાસ એજન્સીએ સમય મર્યાદાની અંદર તપાસ પૂરી કરવી પડશે. શારદા મામલામાં પણ કંઈ થયું નહીં, તે માત્ર લટકેલો મુદ્દો છે. 


Remark on Rashtrapati: મહિલા આયોગનું કડક વલણ, અધીર રંજન ચૌધરીને રજૂ થવાનો આદેશ


અભિષેક બેનર્જીએ કહ્યુ કે હું સહમત છું કે મોટી રકમ વસૂલ કરવામાં આવી, પરંતુ ગમે ત્યારે બેન્ક ફ્રોડ થઈ રહ્યાં છે, ભાજપે શું કાર્યવાહી કરી? નીરવ મોદી ભાગી ગયો. શું ભાજપે નિર્મલા સીતારમણને સસ્પેન્ડ કર્યાં? અધીર ચૌધરી વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટીએ શું કાર્યવાહી કરી? ટીએમસી પોતાની વાત પર ચાલનારી પાર્ટી છે. હું આ વાત કાલ્પનિક રૂપથી કહી રહ્યો છું કે જો પાર્થ ચેટર્જી બે મહિના બાદ ભાજપમાં જતા રહે તો તે સંત બની જશે. કારણ કે આ ટીએમસીમાં છે, તેથી બધુ થઈ રહ્યું છે. 


ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ ભાજપ નેતા મિથુન ચક્રવર્તીના ટીએમસી ધારાસભ્યોને લઈને કરવામાં આવેલા દાવા પર કહ્યું કે, મિથુન ચક્રવર્તીને તે પણ ખબર નથી કે બંગાળમાં કેટલી વિધાનસભા સીટો અને જિલ્લા છે. તે માત્ર આ વિશે વાતો કરવા ઈચ્છે છે કે તે કેટલા મોટા નેતા બની ગયા છે. જો તે ખુદની મજાક બનાવવા ઈચ્છે છે તો અલગ વાત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube