ભારત-પાકિસ્તાનનાં ભાગલા સમયે કેવો હતો દિલ્લીનો નજારો? જુઓ આઝાદીના આગલાં દિવસની તસવીરો
નવી દિલ્લીઃ દિલ્લીની એક તૃત્યાંશ વસ્તી એટલે કે 9 લાખમાંથી 3.29 લાખ લોકો પાકિસ્તાન માટે રવાના થયા. તો બીજીબાજુ પાકિસ્તાનમાંથી 4.95 લાખ લોકો દિલ્લીમાં રહેવા માટે આવ્યા.15 ઓગસ્ટ, 1947 ભારતીય ઈતિહાસનો એ દિવસ હતો જ્યારે આપણને જેટલુ મળ્યુ તેના કરતા પણ વધારે ગુમાવવુ પડ્યું. આજદિન સુધી આપણે તેની ભરપાઈ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા. ભાગલા પોતાની સાથે હિંસક હુલ્લડો, જૂથ અથડામણ અને લાખો લોકોનું પલાયન લાવ્યા.
આ વિભાજને દેશની રાજધાનીને એક નવા માળખામાં ઢાળી દીધી. એમ તો દિલ્લીમાં ઘણી હલચલ થતી રહે છે. પરંતુ 1947ની સાલમાં રાજધાની દિલ્લીની જેવી હાલત થઈ એવી ઈતિહાસમાં ક્યારેય નથી થઈ. દિલ્લીની એક તૃત્યાંશ વસ્તી એટલે કે 9 લાખમાંથી 3.29 લાખ લોકો પાકિસ્તાન માટે રવાના થયા. તો બીજીબાજુ પાકિસ્તાનમાંથી 4.95 લાખ લોકો દિલ્લીમાં રહેવા માટે આવ્યા. આ તસવીરો બદલાતી દિલ્લીની સાક્ષી પૂરે છે.
1. દિલ્લીના જૂના કિલ્લા પાસે લાગ્યુ શરણાર્થીઓનું શિબિર
2. હુમાયૂના મકબરા પાસે લાગ્યુ મુસ્લિમોનું શરણાર્થી શિબિર
3. દિલ્લીથી પાકિસ્તાન માટે રવાના થવાનો રાહ જોઈ રહેલા લોકો
4. શરણાર્થી શિબિરની અંદરનો નજારો
5. જૂના કિલ્લાનો એક નજારો
6. હુમાયૂના મકબરા પાસે લાગેલા શરણાર્થીઓ માટેના કેમ્પ
7. ચારેબાજુ એક જ દ્રશ્ય
8. ભાગલા બાદ પાકિસ્તાન માટે રવાના થતા લોકોની તસવીર
9. પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂને તિરંગો લહેરાવતા જોવા માટે 16 ઓગસ્ટ, 1947ની સવારે લાલ કિલ્લા પર એકઠાં થયેલાં લોકો
10. 7 ઓગસ્ટ, 1947એ નવા બનેલા પાકિસ્તાન સરકારના કર્મચારીઓને કરાચી લઈ જવા માટેની 30 વિશેષ ટ્રેન પૈકીની એક, જૂની દિલ્લી સ્ટેશન છોડવાની તૈયારી કરતી.
11. દિલ્લીમાં સાંપ્રદાયિક ઘર્ષણમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ રસ્તા પરથી હટાવતા કર્મચારીઓ. ભારત-પાકિસ્તાનનાં ભાગલા બાદ સાંપ્રદાયિક ઘર્ષણમાં સદરબજાર, સબ્જી મંડી, પહાડ ગંજ અન કરોલ બાગ સૌથી વધુ પ્રભાવિત.
12. કિંગ્સવે કેમ્પ, દિલ્લીનું સૌથી મોટુ શરણાર્થી શિબિર હતુ. અંદાજે 3 લાખ જેટલા લોકો શિબિરમાં શરણ લઈ રહ્યા હતા. આ કેમ્પ એટલો મોટો હતો કે, સીમારેખાની બીજીબાજુથી લોકો પોતાના વિખૂટા પડેલા પરિવારને મળવા આવતા હતા.
13. દિલ્લીના એક શરણાર્થી શિબિરની ઉપરનો નજારો
14. ચાંદની ચૌક