નવી દિલ્હીઃ લોક જનશક્તિ પાર્ટી (LJP) માં આજે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને છોડી બાકી પાંચ સાંસદોએ પશુપતિ કુમાર પારસને પોતાના નેતા માની લીધા છે. તે માટે દિવસે લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર સોંપવામાં આવ્યો હતો, જેને મંજૂર કરી લેવામાં આવ્યો છે. હવે સત્તાવાર રીતે રામવિલાસ પાસવાનના નાના ભાઈ પશુપતિ પારસ લોકસભામાં પોતાની પાર્ટીના સંસદીય દળના નેતા હશે. 


આ પહેલા લોજપા નેતા પારસે કહ્યુ હતુ કે દતેમની પાર્ટી એનડીએની સાથે હતી અને આગળ પણ રહેશે અને ગઠબંધન ધર્મનું પાલન કરશે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી બિહારનો સવાલ છે તે નીતીશ કુમારને સારા નેતા અને વિકાસ પુરૂષ માને છે. પારસને જ્યારે તે પૂછવામાં આવ્યું કે શું તેમની પાર્ટીનો જનતા દળ યૂનાઇટેડમાં વિલય થશે તો તેમણે કહ્યું કે, લોજપાનું દેશમાં સંગઠન છે અને બિહારમાં મજબૂત જનાધાર છે. તેથી વિલયનો કોઈ સવાલ ઉઠતો નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube