ઈન્દોર: મધ્ય પ્રદેશના એજ્યુકેશન હબ કહેવાતા ઈન્દોર શહેરમાં એક બાળકીની કાબેલિયત કઈંક એવા પ્રકારની છે કે જેને જોઈને દરેક જણ સ્તબ્ધ છે. માત્ર 10 વર્ષની ઉમરમાં આ બાળકી 10માં ધોરણની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી છે અને બાળકીના ટેલેન્ટને જોઈને રાજ્યપાલે પણ તેને બિરદાવી છે. ખાસ વાત એ છે કે મેડિટેશન અને યોગ દ્વારા આ બાળકીએ પોતાને એ રીતે તૈયાર કરી છે કે તે આંખો પર પાટા બાંધીને પણ પુસ્તક વાંચી શકે છે. આઈક્યુ લેવલ એટલો વધારે છે કે આ બાળકીને જોઈને તમને આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ જેવા વૈજ્ઞાનિકોની યાદ અપાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાળકીનું નામ તનિષ્કા ચંદ્રન છે. તનિષ્કાનો આઈક્યુ લેવલ તેની ઉંમરના સામાન્ય બાળકો કરતા અનેક ગણો વધુ છે અને હવે તે મધ્ય પ્રદેશ બોર્ડમાં 10માં ધોરણની પરીક્ષા આપવાની તૈયારી કરી રહી છે. સટાસટ અંગ્રેજી બોલતી તનિષ્કાને હિંદી અને અંગ્રેજી ઉપરાંત 10 અલગ અલગ ભાષાઓનું પણ જ્ઞાન છે અને તેની અભ્યાસની ક્ષમતા સામાન્ય બાળકો કરતા ખુબ વધુ છે. આંખો પર કાળા પાટા બાંધીને આ બાળકી જે રીતે પઝલ સોલ્વ કરે છે તેને જોઈને દરેક જણ સ્તબ્ધ થઈ જાય છે. આ જ રીતે સ્કેટિંગ કરવાની પણ તેની કળા એકદમ અલગ છે. 


જુઓ વીડિયો...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...