એક ટ્વીટે બચાવ્યો 26 યુવતીઓનો જીવ, માનવ તસ્કરીની આશંકા
આદર્શ શ્રીવાસ્તવ નામના એક વ્યક્તિએ રેલ્વે મંત્રી અને મંત્રાલયને કરેલા ટ્વીટ બાદ પોલીસ દ્વારા ત્વરીત કાર્યવાહી કરવામાં આવી
ગોરખપુર : ગોરખપુરમાં જીઆરપી અને આરપીએફએ એક ટ્રેનમાંથી 26 યુવતીઓને રેસક્યું કરી લીધી છે. આ યુવતીઓ મુજફ્ફરપુરા - બાંદ્રા અવધ એક્સપ્રેસ પાસે નરકટિયાગંજથી ઇદગાહ જઇ રહી હતી. તેની સાથે 22 વર્ષ અને 55 વર્ષનાં બે પુરૂષો હતા. પોલીસે આ મુદ્દે તપાસ કરી રહી છે અને યુવતીનાં પરિવારને માહિતીઆપી દેવામાં આવી છે. 10થી 14 વર્ષની આ યુવતીઓ પશ્ચિમ ચંપારણની છે. રિપોર્ટ અનુસાર પોલીસે 26 યુવતીઓને ત્યારે રેસક્યું કર્યા જ્યારે 5 જુલાઇએ આદર્શ શ્રીવાસ્તવ નામના વ્યક્તિએ રેલ્વે મંત્રાલય અને રેલ્વે મંત્રીને ટ્વીટ કરીને તે અંગે માહિતીઆપી હતી.
કિશોરીઓ અવધ એક્સપ્રેસ (19040)ના એસ-5 કોચમાં ટ્રાવેલ કરી રહી હતી. આદર્શે ટ્વીટમાં જણાવ્યું હતું કે, કિશોરી યુવતીઓ રડી રહી છે અને અસુરક્ષીત અનુભવી રહી છે. પોલીસે જ્યારે આ કિશોરીઓ સાથે વાત કરી તો તેઓ પોતાની યાત્રા મુદ્દે સંતોષજનક જવાબ નહી આપી શકે. ટ્વીટ દ્વારા માહિતી મળ્યા બાદ વારાણસી અને લખનઉના અધિકારીઓએ કાર્યવાહી કરી. રેલ્વેના પ્રવક્તા અનુસાર ટ્વીટ સાથે સોશ્યલ મીડિયા પર માહિતી આપવા અંગે અડધો કલાક બાદ જ તપાસ ચાલુ કરી દેવામાં આવી.
ગોરખપુર જીઆરપીએ પોલીસની એેન્ટ્રી ટ્રાફિકિંગ શાખાની પણ મદદ લીધી. કપ્તાનગંજમાં બે જવાનો સાદા પોશાકમાં ટ્રેનમાં બેસી ગયા અને યુવતીઓને ગોરખપુર લઇને આવ્યા. આરપીએફએ કહ્યું કે, યુવતીઓની સાથે હાજર પુરૂષોને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા છે.