નવી દિલ્હીઃ દિલ્હી-મુંબઈ એર ઈન્ડિયાની ફ્લાઇટમાં કેટલાક યાત્રીકોએ ગુરૂવાર 2 જાન્યુઆરીએ ક્રૂ સાથે મારામારી કરી અને કોકપિટનો દરવાજો તોડવાની ધમકી આપી હતી. DGCAએ એર ઈન્ડિયા મેનેજમેન્ટને આવા યાત્રીકો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવાનું કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારે તેની દિલ્હી-મુંબઈ ઉડાનમાં ટેકનિકલ સમસ્યાને કારણે મોડું થયું હતું. એક એરલાઇન અધિકારીએ જણાવ્યું કે, ગુરૂવારે ટેકનિકલ ખામીને કારણે દિલ્હી-મુંબઈની ફ્લાઇટ મોડી થઈ હતી. આ કારણે કેટલાક યાત્રીકોએ કેબિન ક્રુના સભ્યોની સાથે મારામારી કરી તથા એર ઈન્ડિયાના બોઇંગ 747 વિમાનના કોકપિટના દરવાજાને તોડવાની ધમકી આપી હતી. 


તેનો એક વીડિઓ વાયરલ થઈ રહ્યો છે. હાલ તો એર ઈન્ડિયાએ મેનેજમેન્ટ ક્રૂ પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હંગામાને કારણે ફ્લાઇટ 8 કલાક મોડી પડી હતી. મામલા પર હવે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (ડીજીસીએ) હસ્તક્ષેપ કર્યો છે. તેમણે એર ઈન્ડિયા મેનેજમેન્ટને હંગામો કરનાર યાત્રીકો વિરુદ્ધ કડક પગલા ભરવાની માગ કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....