પાસપોર્ટ વિવાદનો આવ્યો અંત, તન્વી-અનસને મળ્યું ક્લિયરન્સ
લખનઉ પાસપોર્ટ ઓફિસે સ્પષ્ટ કર્યું છે કે તન્વી સેઠ અને તેમના પતિ અનસ સિદ્દીકીના પાસપોર્ટ રદ કરવામાં આવશે નહી. પાસપોર્ટ ઓફિસ અનુસાર, પાસપોર્ટ બનાવવા માટે વેરિફિકેશન થવું જરૂરી નથી
નવી દિલ્હી/ લખનઉ: થોડા દિવસોથી ચાલી રહેલા પાસપોર્ટ વિવાદનો અંત આવી ગયો છે. તન્વી સેઠ અને તેમના પતિ અનસ સિદ્દીકીને પાસપોર્ટ મામલે ક્લિયરન્સ મળી ગયું છે. લખનઉ પાસપોર્ટ ઓફિસે સ્પષ્ટ કર્યું છે કે તન્વી સેઠ અને તેમના પતિ અનસ સિદ્દીકીના પાસપોર્ટ રદ કરવામાં આવશે નહી. પાસપોર્ટ ઓફિસ અનુસાર, પાસપોર્ટ બનાવવા માટે વેરિફિકેશન થવું જરૂરી નથી અને પોલીસે પાસપોર્ટ વેરિફિકેશનના નવા નિયમોને લઇને તન્વી સેઠ અને તેમના પતિ વિરૂદ્ધ કોઇપણ એડવર્સ રિપોર્ટ દાખલ કર્યો નથી. એવામાં દંપતિનો પાસપોર્ટ રદ કરી ન શકાય.
સ્થાનિક પાસપોર્ટ અધિકારી પીયૂષ વર્માના અનુસાર પોલીસ દ્વારા તન્વી અને અનસના એડ્રેસનું વેરિફિકેશન ન થવું કોઇ પ્રતિકૂળ કારણ નથી. તેમને હવે ના તો કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવશે અને ના તો પાસપોર્ટ રદ કરવામાં આવશે નહી. વિદેશ મંત્રાલયની નવી વ્યવસ્થા હેઠળ પાસપોર્ટ બનાવવા માટે ફક્ત બે સૂચનાઓનું વેરિફિકેશન થવું જરૂરી છે. પહેલું અરજીકર્તાની નાગરિકતા અને બીજું કોઇ આપરાધિક કેસ તો નથી.
શું બુરાડીનું ભાટિયા પરિવાર હતો શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડરનો શિકાર? જાણો આ બિમારી વિશે
પોલીસ રિપોર્ટના આધાર પર તન્વી અને અનસ ભારતીય નાગરિક અને બંને પર ગુનો દાખલ નથી. બંને લખનઉ અને નોઇડામાં રહી ચૂક્યા છે. એવામાં પોલીસે બંને સરનામા વિરૂદ્ધ જે પ્રતિકૂળ રિપોર્ટ ફાઇલ કરી છે. પીયૂષ વર્માએ સ્પષ્ટ કર્યું છે કે પાસપોર્ટ બનાવવા માટે એક જૂનથી નવા નિયમો લાગૂ થયા છે તેમના અનુસાર કોઇ વ્યક્તિના એડ્રેસ પર એડવર્સ રિપોર્ટ દાખલ થઇ ન શકે.