Assembly Elections: 2023માં 9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી, જાણો ક્યાં રાજ્યોમાં છે ભાજપનો દબદબો
Assembly Election: આ વર્ષે દેશના 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ગુજરાતમાં મળેલી ભાજપને ઐતિહાસિક જીત બાદ આ 9 રાજ્યોમાં રહેશે નજર. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આ રાજ્યોને ચૂંટણી પર સૌની નજર રહેશે. આ 9 રાજ્યોની ચૂંટણીના પરિણામ 2024ની લોકસભાની ચૂંટણીનો જીતનો રસ્તો સાબિત થશે.
Lok Sabha Election 2024: 2023માં રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, તેલંગાણા તો જ્યારે નોર્થઈસ્ટમાં ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં યોજાશે ચૂંટણી. મેઘાલયની ચૂંટણી માટે TMCએ ઉમેદવારોની યાદી પણ કરી જાહેર. આ વર્ષ વિપક્ષ માટે મહત્વપૂર્ણ રહેશે. તમામ વિપક્ષની પાર્ટીઓ સાથે મળીને ભાજપને હરાવવા પર લગાવશે જોર. 2023ની ચૂંટણી 2024 લોકસભાની ચૂંટણી માટે સેમિફાઈનલ મુકાબલો રહેશે.
કોંગ્રેસની ભારત જોડો યાત્રાની રહેશે કેટલી અસર
કોંગ્રેસ પાર્ટીએ ગાંધી પરિવારની બહારના વ્યક્તિને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા છે. આ વર્ષે પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સામે ઘણાં ચેલેન્જ રહેશે. કોંગ્રેસ પાર્ટીને નવા અધ્યક્ષ પાસેથી ઘણી આશાઓ છે. તો કોંગ્રેસની ભારત જોડો યાત્રાની ચૂંટણી પર કેટલી અસર રહેશે તે પરિણામમાં દેખાશે. ગુજરાતમાં ભાજપ અને હિમાચલમાં કોંગ્રેસનો રહ્યો દબદબો. કોંગ્રેસે પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કરી સત્તા મેળવી. 2023માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોણ બાજી મારશે તે કહેવું છે મુશ્કેલ.કોંગ્રેસ અન્ય નાની પાર્ટીઓ સાથે મળીને જીતના તમામ પ્રયાસો કરશે.
ભાજપ જીત માટે નવી રણનીતિ સાથે ઉતરશે મેદાનમાં
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભાજપ નવા માસ્ટર પ્લાન સાથે મેદાનમાં ઉતરશે. રાજસ્થાનમાં ચાલી રહેલા ગહલોત- પાયલટ વિવાદ ભાજપને કરાવી શકે છે ફાયદો. બંને નેતાઓ વચ્ચે ઘણાં સમયથી ચાલી રહ્યો છે વિવાદ.
મધ્ય પ્રદેશમાં નવેમ્બરમાં યોજાશે ચૂંટણી
મધ્ય પ્રદેશમાં 2018ની ચૂંટણીમાં ભાજપે સત્તા મેળવી હતી. કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસના હારનો સામનો કરવો પડશે.
Viral Video: બાઈક પરથી માતા પિતા પડી ગયા, અડધો KM સુધી બાળક એમ જ બેઠું રહ્યું...
રાજસ્થાનમાં એક મકાન પર આકાશમાંથી જાદુ થયો, કોઈ અદભૂત શક્તિ ફેંકી રહી છે!
Viral Video: વીડિયો બનાવવા વાઘરૂપી ખતરા સાથે ખેલ્યા આ ભાઈ...પછી જુઓ શું થયું..
કર્ણાટકમાં મે મહિનામાં યોજાશે ચૂંટણી
2018માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થઈ હતી. ભાજપે બીએસ. યેદુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લેડાવ્યા હતા. પણ બહુમતી સાબિત ન થતાં રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ ભાજપે બસવરાજ બોમ્બઈને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
તેલંગાણામાં ડિસેમ્બરમાં ચૂંટણી યોજાશે
તેલંગાણામાં TRSની સરકાર છે. ચંદ્રશેખર રાવ તેલંગાણાના મુખ્યમંત્રી છે. અન્ય પક્ષો સાથે મળીને ભાજપ TRSને આપશે ટક્કર
છત્તીસગઢ
છત્તીસગઢમાં 2018માં કોંગ્રેસે સરકાર બનાવી હતી. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ છે. કોંગ્રેસે છત્તીસગઢમાં લાંબા સમયથી મુખ્યમંત્રી પદ પરના રમન સિંહના કાર્યકાળનો અંત લાગ્યો હતો...છત્તીસગઢમાં નવેમ્બર 2023માં યોજાશે ચૂંટણી.
ત્રિપુરા
ત્રિપુરામાં ભાજપને નેતૃત્વ હેઠળ ગઠબંધનની સરકાર છે. 2018માં થયેલી ચૂંટણીમાં ભાજપે બહુમતી પ્રાપ્ત કરી હતી. બિપ્લવ કુમાર દેવની સરકાર બનાવી હતી. ત્યાર બાદ 2022માં ભાજપે માણિક સાહાને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
મેઘાલય
મેઘાલયના 2023 ફ્રેબ્રુઆરીમાં ચૂંટણી યોજાશે. હાલ મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટીની ગઠબંધનની સરકાર છે. જેમાં ભાજપ, યૂનાટેઈડ ડેમોક્રેટિક પાર્ટી અને પીપલ્સ ડેમોક્રેટિક ફ્રંટ પણ સામેલ છે.
નાગાલેન્ડ
નાગાલેન્ડમાં 2018ની ચૂંટણીમાં NDDPએ ભાજપની સાથે ગઠબંધન કરીને બનાવી હતી સરકાર. NDDPના નેતા નેફ્યુ રિયો મુખ્યમંત્રી બન્યા હતા. નાગાલેન્ડની ચૂંટણી 2023 ફ્રેબ્રુઆરીમાં યોજાશે
મિઝોરમ
મિઝોરમાં 2023 નવેમ્બરમાં યોજાશે ચૂંટણી. મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રંટની સરકાર છે. ગત ચૂંટણીમાં 40થી 26 સીટ પર જીત મેળવી હતી. જોરમાથંગા હાલ મિઝોરમના મુખ્યમંત્રી છે. જોરમાથંગા પહેલા કોંગ્રેસ નેતા લાલ થનહવલા 10 વર્ષ સુધી મુખ્યમંત્રી હતા.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube