Patiala violence: પટિયાલા હિંસા મામલે એક વીડિયોથી થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો
29 એપ્રિલના રોજ પટિયાલામાં ખાલિસ્તાન વિરોધી રેલીમાં થયેલી હિંસામાં મુખ્ય આરોપી બરજિંદર સિંહ પરવાનાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.
નવી દિલ્હી: 29 એપ્રિલના રોજ પટિયાલામાં ખાલિસ્તાન વિરોધી રેલીમાં થયેલી હિંસામાં મુખ્ય આરોપી બરજિંદર સિંહ પરવાનાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. તેના પર આરોપ છે કે તેણે હિંસા સમયે શીખ પક્ષના લોકોને ભડકાવીને મંદિર બાજુ મોકલ્યા હતા. 22 એપ્રિલના આ વીડિયોથી ખુલાસો થયો છે કે ખાલિસ્તાનીઓએ પટિયાલામાં હિંસાની પહેલેથી તૈયારી કરી રાખી હતી. વીડિયોમાં પરવાના ખુલ્લેઆમ હિંસાની ધમકી આપી રહ્યો છે અને ખાલિસ્તાન જિંદાબાદના નારા પણ લગાવી રહ્યો છે. પોલીસે તેને મોહાલીથી પકડ્યો. આ કેસમાં મુખ્ય આરોપી સહિત 6 લોકોની ધરપકડ થઈ છે.
22 એપ્રિલનો બરજિંદર સિંહનો આ વીડિયો પટિયાલા એસએસપીની ઓફિસ બહારનો છે જેમાં બરજિંદર ખાલિસ્તાન વિરોધી રેલી થાય તો હિંસાની ધમકી આપી રહ્યો છે. વીડિયોમાં કહેતો જોવા મળે છે કે જો 29ના રોજ ખાલિસ્તાન વિરોધી રેલી થઈ તો સારું નહીં થાય. અમે ઘરવાળાને કહીને આવીશું કે જો પાછા આવ્યા તો તમારું નસીબ અને ન આવ્યા તો તમારું નસીબ.
Uttar Pradesh: દેશના આ ગામમાં પાકિસ્તાનીઓની કરોડોની જમીન છે! વિગતો જાણી ચોંકશો
ઘરમાં ઝાડુ-પોતા કરતી વખતે જો આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો ઉપાધિના પોટલા આવશે!
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube