બાળકને ચોરીની એવી સજા અપાઈ કે, વાંચીને છૂટી જશે કંપારી
પટનામાં એક સગીર બાળક પર કથિત રીતે ચોરીનો આરોપ લગાવીને તેની પિટાઈ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને એવી સજા આપવામાં આવી હતી કે, સગીર બાળક જિંદગીભર ન ભૂલી શકે
બિહારની રાજધાની પટનામાં માનવતા પણ શરમાય તેવી ઘટના સામે આવી છે. લોકો એટલા કઠોર થઈ ગયા છે કે, હવે કાયદો હાથમાં લેવા લાગ્યા છે. એટલું જ નહિ, તેઓ કાયદો હાથમાં લઈને તાલિબાની સજા આપવાનો રસ્તો પણ અપનાવી લે છે. ચોરીના આરોપમાં એક સગીર બાળક સાથે એવી ઘટના બની કે જાણીને તમને કંપારી છૂટી જશે.
પટનામાં એક સગીર બાળક પર કથિત રીતે ચોરીનો આરોપ લગાવીને તેની પિટાઈ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને એવી સજા આપવામાં આવી હતી કે, સગીર બાળક જિંદગીભર ન ભૂલી શકે. સગીરને નિર્વસ્ત્ર કરીને તેના શરીર પર ખાંડનું પાણી રેડવામાં આવ્યું હતું, અને બાદમાં તેના શરીર પર કીડીઓને છોડી દેવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકના શરીર પર ત્રણ કલાક સુધી આ વિચિત્ર ઘટના ચાલી હતી. આ ઘટનાને લોકો નજરે સામે જોઈ રહ્યા હતા, પણ બધા જ મૂકદર્શક બન્યા હતા, કોઈ તેને બચાવવા ન આવ્યું.
આ ઘટના ફુલવારીશરીફ પોલીસ સ્ટેશનમાં બની છે. જ્યાં ભીડે એક બાળકોને ચોરીના આરોપમાં પકડ્યો હતો. ત્યાર બાદ તે સગીર બાળકને તાલિબાની સજાની જેમ મારપીટ કરવામાં આવી હતી, અને બાદમાં તો વૃક્ષ સાથે બાંધી દેવાયો હતો. જ્યારે આટલી સજાથી પણ લોકોનું મન ન ભરાયું, તો તેના પર ખાંડનું પાણી રેડી દેવાયું હતુ, અને તેના શરીર પર કીડીઓને કરડવા માટે છોડી દેવાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના અંદાજે ત્રણ કલાક ચાલી હતી. લોકો મૂકદર્શક બનીને જોઈ રહ્યા હતા, અને બાળક દર્દમાં બૂમો પાડી રહ્યો હતો. ભીડમાંથી કોઈને પણ આ બાળક પર દયા ન આવી. જોકે, આ વચ્ચે પોલીસને આ ઘટના વિશે માહિતી મળી હતી.
કલાકો સુધી યાતનાઓ સહન કરી રહેલ સગીરને પોલીસે છોડાવીને પોતાની સાથે લઈ ગઈ હતી. સવાલ એ છે કે, સમાજના લોકો એટલા ક્રુર થઈ રહ્યાં છે કે લોકો માનવતા ભૂલી રહ્યાં છે. એક ચોરીની સજા આ રીતે એક બાળકને આપવી કેટલી યોગ્ય છે. તેને એક જઘન્ય અપરાધ કહી શકાય.