પટણાઃ રાવણ વધના કાર્યક્રમ પહેલા જ રાવણનું પુતળું ધરાશાયી, મચી અફરાતફરી
સોમવારે દિવસે જ કારિગરોએ રાવણ, મેઘનાથ અને કુંભકર્ણનું પુતળું ઊભું કરી દીધું હતું. રાવણનું પુતળું ઊભું થતા સમયે જ થોડું નમી ગયું હતું. આ દરમિયાન મજુરોએ કામ શરૂ કર્યું હતું, પરંતુ સાંજે અંધારું થયું ત્યાં જ રાવણનું પુતળું નીચે પડી ગયું હતું. આ સમાચાર વાયુવેગે ફેલાતાં જ સમગ્ર જિલ્લા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સારી વાત એરહી કે રાવણનું પુતળું પડતા સમયે કામ કરતા કોઈ મજુર ઘાયલ થયો નહીં.
પટણાઃ બિહારની રાજધાની પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં 63 વર્ષ જુની પરંપરા અનુસાર રાવણ વધના કાર્યક્રમ માટે જિલ્લા તંત્ર અને દશેરા સમિતીના કાર્યકર્તાઓએ તૈયારીઓ પુરી કરી લીધી હતી. પરંતુ 8 ઓક્ટોબરના રોજ યોજાનારા રાવણ વધના કાર્યક્રમ પહેલા જ રાવણનું પુતળું ધરાશાયી થઈ જતાં તંત્ર દોડતું થઈ ગયું છે.
સોમવારે દિવસે જ કારિગરોએ રાવણ, મેઘનાથ અને કુંભકર્ણનું પુતળું ઊભું કરી દીધું હતું. રાવણનું પુતળું ઊભું થતા સમયે જ થોડું નમી ગયું હતું. આ દરમિયાન મજુરોએ કામ શરૂ કર્યું હતું, પરંતુ સાંજે અંધારું થયું ત્યાં જ રાવણનું પુતળું નીચે પડી ગયું હતું. આ સમાચાર વાયુવેગે ફેલાતાં જ સમગ્ર જિલ્લા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સારી વાત એરહી કે રાવણનું પુતળું પડતા સમયે કામ કરતા કોઈ મજુર ઘાયલ થયો નહીં.
ખેડૂતોની આવકમાં વધારો કરવા સરકારે બનાવી 'કો-ઓપરેટિવ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ'
રાવણનું પુતળું પડી જવાના સમાચાર મળતાં જ જિલ્લા તંત્ર અને પટના પોલીસની ટીમની સાથે-સાથે દશેરા સમિતીના સંયોજક કમલ નોપાણી સહિતના લોકો કાર્યક્રમ સ્થળે દોડી આવ્યા હતા. જોકે, આ અંગે કોઈ કશું જ બોલવા તૈયાર નથી. હાલ તો તેમણે પુતળું ઊભું કરવાની ફરીથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષ પહેલા પટણાના આ ઐતિહાસિક મેદાનમાં રાવણ વધનો કાર્યક્રમ પુરો થયા પછી મચેલી ભાગદોડમાં ડઝનબદ્ધ લોકોનાં મોત થયા હતા. તેમાં જિલ્લા તંત્રના આયોજનની પોલ ઉઘાડી પડી ગઈ હતી. આટલી મોટી દુર્ઘટના પછી પણ પટણા જિલ્લા તંત્રની આંખ ઉઘડી નથી. આજે રાવણનું પુતળું દહન થતાં પહેલાં જ પડી ગયું છે, હવે આવતીકાલના કાર્યક્રમ અંગે લોકોમાં ચિંતા ફેલાઈ રહી છે.
જુઓ LIVE TV....