પટના : મુજફ્ફરપુર બાલિકાગૃહમાં શરમજનક કરતુત વચ્ચે હવે પટનામાં એક શેલ્ટર હોમની બે કિશોરીઓમાં મોત નિપજ્યા હોવાનાં સમાચાર છે. મળતી માહિતી અનુસાર બંન્ને કિશોરીઓને પટના મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે બંન્નેનાં મોત થયા. શેલ્ટર હોમનો દાવો છે કે બંન્ને કિશોરીઓને ડાયેરિયા થયો હતો. જેના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દાને ગંભીરતાથી લેતા પટના પોલીસે શેલ્ટરના સંચાલક અને સેક્રેટરીની ધરપકડ કરી લીધી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ હવે બંન્ને કિશોરીઓને બીજીવાર પોસ્ટમોર્ટમ કરાવવાની તૈયારીમાં છે. મળતી માહિતી અનુસાર મૃતકમાં એકનું નામ નોશ્માં છે જ્યારે બીજી પુનમ છે, જેની ઉંમર આશરે 18 20 વર્ષ હોવાનું જણાવાઇ રહ્યું છે. શેલ્ટર હોમની ઘટના અંગે આરજેડી નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરીને બિહાર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, મુજફ્ફરપુર બાલિકા ગૃહકાંડ બાદ હવે પટનાના આસરા શેલ્ટર હોમની બે યુવતીઓનાં મોત થયા છે. 

શેલ્ટર હોમે કિશોરીઓનાં મોતની માહિતી પોલીસને નથી આપી. તેમણે કહ્યું કે, નીતિશ કુમાર લોકસભા સીટો સાથે તાલમેલ અને બ્લેકમેલિંગમાં વ્યસ્ત છે. અગાઉ તેજસ્વી યાદવે મુજફ્ફરપુરમાં બાલિકાગૃહ યૌન શોષણ કાંડ મુદ્દે મુખ્યમંત્રી નીતીશ કુમાર અને પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે. તેજસ્વીએ સવાલ કહ્યું કે, પોલીસ સ્ટેશનથી થોડી મિનિટોના અંતર પર આવેલા બાલિકાગૃહમાં કિશોરીઓની સાથે આટલા વર્ષો સુધી દુષ્કર્મ થતું રહ્યું તો તેની માહિતી તેને શા માટે નહોતી મળી ? 

તેજસ્વીએ નીતીશ કુમારને પુછ્યું કે, તેઓ જણાવે કે આ મુદ્દે દાખલ થયેલી ફરિયાદમાં મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરનું નામ કેમ નહોતું ? અને પોલીસ આ મુદ્દે કેસ દાખલ કરવામાં બે મહિના કરતા પણ વધારેનો સમય લગાવી રહી છે.