સરકારે બજેટમાં ઘટાડો કર્યો, સૈનિકોએ પોતાની વર્દી જાતે ખરીદવી પડશે !
સેનાએ હવે ઓર્ડિનેંસ ફેક્ટ્રીઓની ખરીદીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધા બાદ હવે સૈન્ય જવાનોએ પોતાનો ડ્રેસ જાતે જ ખરીદવો પડશે
નવી દિલ્હી : ભારતીય સૈનિકોને હવે પોતાની વર્દી ખરીદવા માટે પૈસા ખર્ચ કરવા પડી શકે છે. તેની પાછળનું કારણ છે બજેટમાં ઘટાડો. તેનાં માટે સેનાએ હવે ઓર્ડિનેંસ ફેક્ટ્રીઓની ખરીદીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. વાત જાણે એમ બની છે કે દારૂ ગોળાને ખરીદવા માટે પૈસા બચાવવાનો ઉદ્દેશ્યથી આવું કરવામાં આવી રહ્યું છે. ઇકોનોમિક ટાઇમ્સનાં રિપોર્ટ અનુસાર ઓર્ડિનેંસ ફેક્ટ્રીથી થનારી ખરીદીને 94થી 50 ટકા પર લાવવાની તૈયારીમાં છે.
આ ઘટાડાની અસર એવી થશે કે સૈનિકોને પોતાની વર્દીમાં જુતા સહિત અન્ય વસ્તુઓ ખરીદવાની નોબત આવી શકે છે. વાત એમ બની કે કેન્દ્રએ દારૂગોળાની ઇમરજન્સી ખરીદી માટે વધારાનો ફંડ ઇશ્યું કર્યું છે. આ કારણે સૈનિકોની વર્દીનો સપ્લાય પણ પ્રભાવિત થયો છે. રિપોર્ટ અનુસાર તેનાં કારણે કેટલીક અન્ય વસ્તુઓ અને વસ્તુઓની સપ્લાયમાં પણ અંતર આવી શકે છે.
સેનાએ દારૂગોળાના ભંડાને ભરેલો રાખવા માટે હજારો કરોડો રૂપિયાનાં ફંડની જરૂર છે. કેન્દ્રએ આ ફંડમાં ઘટાડો કર્યો છે. એવામાં સેના દારૂગોળો ખરીદવા માટે પોતાનાં અન્ય ખર્ચાઓમાં ઘટાડો કરી રહી છે. એટલા માટે ઓર્ડિનેંસ ફેક્ટ્રીમાં થનારા સપ્લાઇમાં ઘટાડો કરવા અંગે વિચારી રહી છે.
સેનાનાં એક અધિકારીએ કહ્યું કે, ઇમરજન્સીમાં ખરીદી માટે 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે હજી પણ 6739 હજાર કરોડ રૂપિયાની ચુકવણી બાકી છે. તેમણે જણાવ્યું કે, બે અન્ય સ્કીમ પાંચ વર્ષ માટે નહી પરંતુ ત્રણ વર્ષ માટેની છે. સેના હવે એ સમસ્યા સામે જઝુમી રહી છે કે બે પ્રોજેક્ટ્સ માટે ચુકવણી કઇ રીતે કરવામાં આવે કારણ કે કેન્દ્રએ સ્પષ્ટ કર્યું છે કે તેની વ્યવસ્થા પોતાનાં બજેટ દ્વારા કરવામાં આવે.