ઇટાલીથી પરત ફરેલો પેટીએમનો કર્મચારી કોરોનાની ઝપેટમાં, જાણો શું બોલી કંપની
દિલ્હી-એનસીઆરમાં હાલના દિવસોમાં કોરોના વાયરસના કેટલાક મામલાની ઓળખ થઈ છે. બુધવારે પેટીએમનો એક કર્મચારી પણ આ વાયરસથી પીડિત હોવાની જાણકારી મળી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસે વિશ્વના ઘણા દેશોમાં હડકંપ મચાવી દીધો છે. વિશ્વભરમાં હજારો લોકોના મોત આ વાયરસથી થયા છે. પરંતુ ઘણા એવા લોકો પણ છે જે સ્વસ્થ થઈને ઘરે પરત ફરી ચુક્યા છે. પરંતુ કોરોનાનો ડર ઓછો થઈ રહ્યો નથી. ભારતમાં પણ કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. તાજા જાણકારી પ્રમાણે ડિજિટલ પેમેન્ટ એપ પેટીએમનો એક કર્મચારી પણ કોરોના વાયરસનો ભોગ બન્યો છે.
પેટીએમના તે કર્મચારી સોમવારે જ ઓફિસમાં જોડાયો હતો. હાલ તે દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તેને આજે હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. પેટીએમનો આ કર્મચારી તેની ગુરૂગ્રામ ઓફિસનો છે.
કોરોનાનો કહેરઃ સરકારનો નિર્ણય, વિદેશથી આવતા યાત્રીકો પાસે માગવામાં આવશે આ ખાસ જાણકારી
પેટીએમે કહ્યું- કામ પર નહીં પડે કોઈ ફેર
પેટીએમે પોતાના નિવેદનમાં છેલ્લે પોતાના કામ પર તેનો પ્રભાવ ન પડવાની વાત પણ કહી છે. પેટીએમના પ્રવક્તાએ કહ્યું, પરંતુ અમારા દૈનિક કાર્યો પર તેની કોઈ અસર પડશે નહીં અને પેટીએમ સેવાઓ હંમેશાની જેમ ચાલું રહેશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક..