જયપુર : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગાંધી પરિવાર અંગે કોંગ્રેસ નેતા પી સી ચાકોના કથિત નિવેદનની નિંદા કરતા તેને  ચાટુકારિતાની સંસ્કૃતીનું પ્રતિક ગણાવ્યું હતું. જાવડેકરે કહ્યું કે, પીસી ચાકોએ ગાંધી પરિવારને દેશનો પહેલો પરિવાર ગણાવ્યો. આ કોંગ્રેસની માનસિકતા અને ચાટુકારિતાની સંસકૃતી છે જે ઇમરજન્સીમાં દેવકાંત બરુઆનાં કથન સાથે હળથી મળતી છે, જે કહેતા હતા કે ઇંદિરા ભારત છે, ભારત ઇંદિરા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનોહર પર્રિકરના પુત્રએ રાજનીતિમાં આવવાના આપ્યા સંકેત, લડી શકે છે વિધાનસભા ચૂંટણી

જાવડેકરે કહ્યું કે, બીજી તરફ ચાટુકારિયાની સંસ્કૃતિ કોંગ્રેસમાં ચાલી રહી છે. ભાજપ માટે ગરીબ પરિવાર જ દેશનો પહેલો પરિવાર છે, ન કે કોઇ વંશ. વંશવાદ કોંગ્રેસની સંસ્કૃતી છે. બીજી તરફ ભાજપની રાજ્ય એકમે કોંગ્રેસ સરકારની વિરુદ્ધ જન આરોપ પત્ર ઇશ્યું કરી છે. તેમાં ગહલોત સરકાર પર જનતાને આપવામાં આવેલા વચન 100 દિવસમાં પણ પુર્ણ નહી કરવાનો આરોપ છે. 



પૂર્વ મંત્રી રાજેન્દ્ર રાઠોડે અહીં પત્રકારોને કહ્યું કે, કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પહેલા જે વચનો આપ્યા હતા તે તમામ ખોટા સાબિત થયા છે. પછી તે ખેડૂતોનું દેવુ માફ કરવાનાં હોય કે યુવાનોને બેરોજગારી ભથ્થાનો મુદ્દો હોય. કોંગ્રેસ સરકારે કોઇ પણ વચનને પોતાનાં 100 દિવસના કાર્યકાળમાં પુર્ણ નથી કર્યું.