નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં ઓક્ટોબર નવેમ્બરમાં યોજાનાર પંચાયત અને નિગમ ચૂંટણી મુદ્દે રાજકીય હોબાળો ચાલુ થઇ ચુક્યો છે. નેશનલ કોન્ફરન્સ બાદ મહેબુબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)એ પણ અનુચ્છેદ 35 Aનો હવાલો ટાંકીને આ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીડીપીના કોર ગ્રુપની બેઠક બાદ પાર્ટી પ્રવક્તા રફી મીરે જણાવ્યું કે, પીડીપી પંચાયત ચૂંટણીથી અંતર જાળવશે. હાલની પરિસ્થિતી ચૂંટણી માટે પુરતી નથી અને જ્યા સુધી કેન્દ્ર સરકાર અનુચ્છેદ 35 A પર પોતાનું વલણ સ્પષ્ટ નથી કરતી. પીડીપી આ પ્રક્રિયામાં ભાગ નહી લે.

અગાઉ બુધવારે નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારુક અબ્દુલ્લાએ પણ કેન્દ્ર સરકારને અનુચ્છેદ 35A અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટેની વાત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યા સુધી કેન્દ્ર સરકાર તેના પર પોતાનું વલણ સ્પષ્ટ નથી કરતા અને રાજ્યમાં શાંતિના પ્રયાસોને આગળ નધી વધારતી. NC આ ચૂંટણીમાં હિસ્સો નહી લે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 35Aનાં મુદ્દે હજી સુધી સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. સરકારની તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં હાલ પંચાયત ચૂંટણી યોજાવાની છે, એટલા માટે સુનવણી આગળ વધારવામાં આવે. 35Aના મુદ્દે રાજ્યમાં સતત વિરોધ ચાલી રહ્યો છે, જે સમયે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે થયેલી સુનવણી ચાલી રહી હતી ત્યારે ઘણા રાજ્યોમાં બંધનું આહ્વાન પણ કરવામાં આવ્યું હતું. 

જો કે હજી સુધી ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ નથી. પરંતુ ઓક્ટોબર-નવેમ્બરમાં મતદાન યોજાવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પણ રાજ્યપાલ શાસન ચાલી રહ્યં છે.